Home> India
Advertisement
Prev
Next

Mehbooba Mufti ને નહીં મળે પાસપોર્ટ, CIDએ રિપોર્ટમાં કહ્યું- દેશ માટે ખતરો

પાસપોર્ટ અધિકારીએ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ચીફ મહબૂબા મુફ્તીને મોકલેલા પત્રમાં ભારતીય પાસપોર્ટ માટે મુફ્તીની અરજી રદ્દ થવાની સૂચના તેને આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ગુનાહિત તપાસ વિભાગ (CID) એ તેમને પાસપોર્ટ જારી કરવા વિરુદ્ધ રિપોર્ટ આપ્યો છે. 

Mehbooba Mufti ને નહીં મળે પાસપોર્ટ, CIDએ રિપોર્ટમાં કહ્યું- દેશ માટે ખતરો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી (Mehbooba Mufti) ને ભારતીય પાસપોર્ટ મળશે નહીં. પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયે પોલીસનો વેરિફિકેશન રિપોર્ટ નેગેટિવ મળ્યા બાદ મુફ્તીના પાસપોર્ટની અરજી નકારી દીધી છે. 

fallbacks

પાસપોર્ટ અધિકારીએ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ચીફ મહબૂબા મુફ્તીને મોકલેલા પત્રમાં ભારતીય પાસપોર્ટ માટે મુફ્તીની અરજી રદ્દ થવાની સૂચના તેને આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ગુનાહિત તપાસ વિભાગ (CID) એ તેમને પાસપોર્ટ જારી કરવા વિરુદ્ધ રિપોર્ટ આપ્યો છે. 

મહબૂબાની સામે હવે શું વિકલ્પ?
પાસપોર્ટ કાર્યાલયે પત્રમાં કહ્યું છે કે મહબૂબા આ નિર્ણય વિરુદ્ધ વિદેશ મંત્રાલય તરફથી નિર્ધારિત ઉચ્ચ સ્તરીય ફોરમ પર અપીલ કરી શકે છે. અરજી નકાર્યા બાદ મુફ્તીએ કહ્યું કે, તેનાથી કાશ્મીરમાં સામાન્ય થયેલી સ્થિતિની તસવીર જોવા મળે છે. 

આ પણ વાંચોઃ નંદીગ્રામમાં મમતાનો રોડ-શો, અધિકારી પરિવાર પર હુમલો કરતા કહ્યું- ન ઘરનો રહેશે ન ઘાટનો

એક પૂર્વ મુખ્યમંત્રી દેશની સુરક્ષા માટે ખતરો છે?
મહબૂબાએ ટ્વીટ કરી કહ્યું, 'પાસપોર્ટ ઓફિસે મને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરી દીદો છે. તેમના પ્રમાણે સીઆઈડીએ પોતાના વેરિફિકેશન રિપોર્ટમાં મને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. ઓગસ્ટ 2019 બાદ અમે સામાન્ય સ્થિતિ હાસિલ કરી છે જેમાં એક પૂર્વ મુખ્યમંત્રીને તે માટે પાસપોર્ટ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે કારણ કે તે દેશની સુરક્ષા માટે ખતરો છે.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More