Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરમાં બનશે દેશનું સૌથી પહેલું ગ્રીન રિચાર્જ સ્ટેશન, સોલાર બસોને કરશે રિચાર્જ

Green recharge stations in India : આખા દેશમાં હવે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે... સુરત શહેરમાં હવે પાલિકાને બસોને રિચાર્જ કરવા માટે નવું ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવામાં આવશે 

ગુજરાતના આ શહેરમાં બનશે દેશનું સૌથી પહેલું ગ્રીન રિચાર્જ સ્ટેશન, સોલાર બસોને કરશે રિચાર્જ

Surat News ચેતન પટેલ/સુરત : દેશનો સૌથી લાંબો બીઆરટીએસ રોડ હવે સો ટકા ઈલેક્ટ્રિક બસો માટે અનુકૂળ બન્યો છે. હવે આ રૂટની ઈલેક્ટ્રિક બીઆરટીએસ બસોની બેટરી, જેનાં વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય, તેને પણ સુરત મહાનગરપાલિકા રિચાર્જ કરશે. સુરત મહાનગરપાલિકા હવે સોલાર એનર્જીની વીજળીથી ઈ-બસો રિચાર્જ કરશે. અને આ માટે જર્મનીની કંપની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યું છે. દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન હવે સુરતમાં બનાવવામાં આવશે.

fallbacks
  • સોલાર પેનલની 25 વર્ષની વોરંટી હશે
  • ઈન્વર્ટરની 5 વર્ષની વોરંટી હશે
  • 225 KWH ક્ષમતાવાળી સેકન્ડ-લાઇફ બેટરીની 8 વર્ષની વોરંટી હશે
  • આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે

સુરતનો દેશનો સૌથી લાંબો BRTS રૂટ ઈલેક્ટ્રિક બસ માટે સો ટકા અનુકૂળ બન્યો છે. આ સાથે રૂટની ઈલેક્ટ્રિક BRTS બસની બેટરી, જેની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તેને પણ સુરત મહાનગરપાલિકા રિચાર્જ કરાવશે. આ સાથે સુરત મહાનગરપાલિકા હવે સોલર એનર્જીથી ઈ-બસ રિચાર્જ કરશે. આ માટે જર્મનીની કંપની સાથે MoU કરવામાં આવે છે. જે અંતર્ગત દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન સુરતમાં બનશે.સોલાર એનર્જીની ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર કરી શકાય નહીં, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક સંસ્થા સાથે એમઓયુ કરાયા છે. જેામં દેશમાં પ્રથમવાર ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે. 

હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, ચાહકોને આપ્યા રાહતના સમાચાર

ઈલેક્ટ્રીક બસોને રિચાર્જ કરશે
આ સ્ટેશનમાં, સોલાર એનર્જી થકી બીઆરટીએસ બસોની વેલિડિટી પૂર્ણ થયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે. એટલે કે, સેકન્ડ લાઈફ બેટરી સાથેની સિસ્ટમ ઈલેક્ટ્રિક બસ ડિપો ખાતે શરૂ કરવામાં આવશે.લાઈટ એન્ડ એનર્જી ઇફિશિયન્સી સેલ દ્વારા, અલથાણ ઈલેક્ટ્રિક બસ ડિપોમાં 100 કિલોવોટ ક્ષમતાનું રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા સેકન્ડ લાઈફ બેટરી ચાર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ, જર્મન ટેકનિકલ સહયોગ સંસ્થા દ્વારા વિત્તપોષિત રહેશે, અને તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે. GIZ આ પ્રોજેક્ટને 2026 સુધી પોતાના ખર્ચે સ્થાપિત અને સંચાલિત કરશે. ત્યારબાદ, સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન અને જાળવણી કરશે. આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કાર્ય કરશે. જેના દ્વારા રાત્રે પણ ઈલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે.

સોલાર એનર્જીની ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર કરી શકાય નહીં, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક સંસ્થા સાથે એમઓયુ કરીને, દેશમાં પ્રથમવાર ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે. આ સ્ટેશનમાં, સોલાર એનર્જી થકી બીઆરટીએસ બસોની વેલિડિટી પૂર્ણ થયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે. એટલે કે, સેકન્ડ લાઈફ બેટરી સાથેની સિસ્ટમ ઈલેક્ટ્રિક બસ ડિપો ખાતે શરૂ કરવામાં આવશે.લાઈટ એન્ડ એનર્જી ઇફિશિયન્સી સેલ દ્વારા, અલથાણ ઈલેક્ટ્રિક બસ ડિપોમાં 100 કિલોવોટ ક્ષમતાનું રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા સેકન્ડ લાઈફ બેટરી ચાર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ, જર્મન ટેકનિકલ સહયોગ સંસ્થા (GIZ) દ્વારા વિત્તપોષિત રહેશે, અને તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે. 

સુરત શહેરના મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયે સુરતને સસ્ટેનેબલ અને ક્લાઈમેટ-ફ્રેન્ડલી ઈ-મોબિલિટી ક્ષેત્રે પાયલોટ સિટી તરીકે પસંદ કરી છે. આ અંતર્ગત, સુરતમાં ઈલેક્ટ્રિક બસના ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાના ભાગરૂપે, GIZ પોતાના 1.50 કરોડના ખર્ચે, અલથાણ ઈલેક્ટ્રિક બસ ડીપોની છત પર 100 કિલોવોટ ક્ષમતાના સોલાર ફોટોવોલ્ટેઇક (PV) પેનલ, ઇન્વર્ટર અને સેકન્ડ લાઇફ બેટરીની સ્થાપના કરશે. GIZ આ પ્રોજેક્ટને 2026 સુધી પોતાના ખર્ચે સ્થાપિત અને સંચાલિત કરશે. ત્યારબાદ, સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન અને જાળવણી કરશે. આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કાર્ય કરશે. જેના દ્વારા રાત્રે પણ ઈલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે.

ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More