Home> World
Advertisement
Prev
Next

દિલ, દોસ્તી અને ડિનર ડિપ્લોમસી...ફ્રાન્સમાં દુનિયાએ જોયો ભારતનો દમ, PM મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા

PM Modi at Elysee Palace: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સ પહોંચ્યા બાદ એરપોર્ટ પર પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ડિનર માટે જ્યારે તેઓ એલિસી પેલેસ પહોંચ્યા તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગળે લગાવીને સ્વાગત કર્યું. જુઓ તસવીરો. 

દિલ, દોસ્તી અને ડિનર ડિપ્લોમસી...ફ્રાન્સમાં દુનિયાએ જોયો ભારતનો દમ, PM મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ અંતર્ગત સોમવારે ફ્રાન્સ પહોંચ્યા. ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદી જ્યારે ડિનર માટે એલિસી પેલેસ પહોંચ્યા ત્યારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્થાનિક સમય મુજબ સાંજે મોદી મેક્રોન દ્વારા શાસનાધ્યક્ષો અને રાષ્ટ્રાધ્યક્ષોના સન્માનમાં એલિસી પેલેસમાં આયોજિત ડિનરમાં સામેલ થયા હતા. ડિનરમાં ટેક્નોલોજી ક્ષેત્રના સીઈઓ અને શિખર સંમેલનમાં આમંત્રિત અનેક અન્ય હસ્તીઓમાં ઘણા આ ડિનરમાં સામેલ થયા હતા. 

fallbacks

પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત
ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને પેરિસમાં એલિસી પેલેસમાં પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મોદીના આગમન પર મેક્રોને તેમનું સ્વાગત કર્યું અને ચર્ચા શરૂ કરતા પહેલા બંને નેતાઓએ એક બીજા સાથે ખુલીને વાત કરી. તેમની મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત સંબંધો દર્શાવે છે. જેમાં પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે પેરિસમાં મારા મિત્ર, રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ  થયો. 

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત
આ બધા વચ્ચે મેક્રોનના ડિનર પાર્ટીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ સામેલ થયા. પીએમ મોદી ઓફિસે એક્સ પર લખ્યું કે પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેન્ડી વેન્સ સાથે વાતચીત કરી. 

આ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસ પહોંચી ગાય છે. જ્યાં તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું. ફ્રાન્સના સશસ્ત્ર બળ મંત્રી સેબલેકોર્નૂએ એરપોર્ટ પર  તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સશસ્ત્ર દળોના મંત્રીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરીને પીએમ મોદીનું ફ્રાન્સમાં સ્વાગત કર્યું. 

મંગળવારનો પ્લાન
મંગળવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરશે. મોદીએ ફ્રાન્સ માટે રવાના થતા પહેલા પોતાના વકતવ્યમાં કહ્યું કે, હું એઆઈ એક્શન સમિટની સહ અધ્યક્ષતા કરવા માટે ઉત્સુક છું, જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક્નોલોજી સીઈઓનું સંમેલન છે. જ્યાં અમે સમાવેશી, સુરક્ષિત અને ભરોસાપાત્ર રીતથી નવાચાર અને વ્યાપક સાર્વજનિક કલ્યાણ માટે એઆઈ ટેક્નોલોજી પ્રત્યે સહયોગાત્મક દ્રષ્ટિકોણ પર વિચાર શેર કરીશું. મોદી અને મેક્રોન પ્રતિનિધિમંડળ સ્તરે પણ વાતચીત કરશે અને ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને પણ સંબોધિત કરશે. 

બુધવાનો પ્લાન
બુધવારે બંને નેતા પ્રથમ વિશ્વયુદ્ધમાં બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મજારગુએજ યુદ્ધ સ્મારક જશે. તેઓ માર્સિલેમાં ભારતના નવા મહાવાણિજ્ય દૂતાવાસનું ઉદ્ધાટન પણ કરશે. મોદી અને મેક્રોન કેડારેચૈની મુલાકાત લેશે જે એક ઉચ્ચ વિજ્ઞાન પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર પ્રાયોગિક રિએક્ટર (આઈટીએઆર)નું સ્થળ છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ પીએમ મોદીનો આ છઠ્ઠો ફ્રાન્સ પ્રવાસ છે. 

ફ્રાન્સ બાદ અમેરિકા જશે
ફ્રાન્સમાં પોતાના કાર્યક્રમો પતાવીને પીએમ મોદી પ્રવાસના બીજા તબક્કાની શરૂઆત કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર તેઓ અમેરિકા જશે. આ પ્રવાસથી ભારતને વૈશ્વિક ભાગીદારીને મજબૂતી મળવાની આશા છે. જેમાં ટેક્નોલોજી, રક્ષા, અને આર્થિક વિકાસમાં સહયોગના પ્રમુખ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More