Pahalgam Attack: ભારતનું અજેય યુદ્ધપોત INS સુરત હજીરા પોર્ટ પર ગર્જના સાથે આવી પહોંચ્યું છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉગ્ર બનેલા તણાવ વચ્ચે આ સ્વદેશી યુદ્ધપોતનું આગમન પાકિસ્તાનના હૈયે ધ્રાસકો પાડનારું છે. દેશના દુશ્મનોમાં ભારતીય નૌસેનાની આ શક્તિના ડરથી ખળભળાટ મચી ગયો છે, અને INS સુરતે પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે.
INS સુરત વિશાખાપટ્ટનમ-ક્લાસનું સૌથી ઘાતક સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. 7 હજાર 400 ટનનું આ યુદ્ધપોત 30 નોટ્સથી વધુની ઝડપે સમુદ્રમાં દુશ્મનોનો ખાત્મો બોલાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ આ યુદ્ધપોત પાકિસ્તાનની નૌસેનાની દરેક ચાલને ચપટીમાં નાકામ કરવા સક્ષમ છે. INS સુરતની હાજરીએ પાકિસ્તાનને પરસેવો લાવી દીધો છે.
શું છે INS-સુરતની વિશેષતા?
INS સુરતની શક્તિ પાકિસ્તાનની નૌસેનાને ધૂળ ચટાડે તેવી છે. 16 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલો 400 કિલોમીટરની રેન્જમાં પાકિસ્તાનના દરિયાઈ અને જમીની લક્ષ્યોને ચોકસાઇથી નષ્ટ કરી શકે છે. 32 બરાક-8 મિસાઇલો હવાઈ હુમલાઓને 70 કિલોમીટર દૂરથી નાકામ કરે છે. એન્ટી-સબમરીન ટોર્પિડો અને 76 એમએમ સુપર રેપિડ ગન પાકિસ્તાનની જૂની ટેકનોલોજીવાળી નૌસેનાને સમુદ્રમાં ડૂબાડવા પૂરતી છે. તાજેતરમાં INS સુરતે અરબી સમુદ્રમાં સી-સ્કિમિંગ ટાર્ગેટને નષ્ટ કરી પોતાની ઘાતકતા સાબિત કરી, જેનાથી પાકિસ્તાનના નૌસૈનિક રડાર પર ખતરાની ઘંટડી વાગવા લાગી છે.
દુશ્મનોનો કાળ, INS-સુરત
પહેલગામમાં 26 નિર્દોષ લોકોનો જીવ લેનાર આતંકી હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો, અને હવે ભારતે આનો જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. INS સુરતનું હજીરા આગમન એ પાકિસ્તાનને સીધી ચેતવણી છે - ભારત હવે સમુદ્રમાં કે જમીન પર, ક્યાંય નહીં છોડે. સુરત શહેરના નામે નામાંકિત આ યુદ્ધપોત દરેક ભારતીયનું ગૌરવ છે. હજીરા પોર્ટ પર શાહી સ્વાગતથી સુરતીઓના હૈયે રાષ્ટ્રભક્તિનો જોશ ઊભરાયો છે. INS સુરત માત્ર એક યુદ્ધપોત નથી, પરંતુ પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા ભારતની અડગ શક્તિનું પ્રતીક છે....
INS સુરતની હાજરીએ પાકિસ્તાનની નૌસેનાને સમુદ્રમાં ડૂબાડી દેવાનો સંદેશ આપ્યો છે. આ યુદ્ધપોત ભારતની આત્મનિર્ભર શક્તિ અને દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાની તાકાતનું જીવંત ઉદાહરણ છે. પાકિસ્તાને સમજી લેવું જોઈએ - ભારતની નૌસેના હવે દરેક નાપાક ચાલનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે