jilla congress president issue : ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક ડખા જામ્યાં છે. નારાજગીનો દોર યથાવત રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં નવા પ્રમુખની વરણી થતા જ કોંગ્રેસમાં ભડકો થયો છે.
કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ કાળુસિંહ ડાભીને વરણી કરતાની સાથે જ કોંગ્રેસના ‘હાથ સે હાથ જોડો કોંગ્રેસી’ કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસના કાળુસિંહ ડાભીની વરણી થતા 28 જુના કાર્યભાર સંભાળવા માટે નિમંત્રણ પત્ર આમંત્રિતોને પાઠવવામાં આવ્યું હતું.
નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું નિમંત્રણ પત્રમાં નામ ન હતું. જ્યારે બીજી તરફ ‘હાથે હાથ જોડો’ના પ્રમુખ નલિત બારોટનું નામ પણ ગાયબ હતું. જેને લઈ કાર્યકર્તાઓ નારાજ થયા હતા.
ત્યારે આ મામલે નારાજગી સામે આવી છે. જેના બાદ ‘હાથ સે હાથ જોડો’ ના પ્રવક્તા દિલીપભાઈ ગઢવી તથા બાબુભાઈ, પોચુભા ખુમાનસિંહ સિસોદિયા (મહામંત્રી), લાલજીભાઈ પરમાર (ખેડા તાલુકા પ્રમુખ, હાથ સે હાથ જોડો) અને બાબુભાઈ ગઢવી (જિલ્લા ઉપપ્રમુખ) દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈને કોંગ્રેસમાં જ ભડકો
ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની વરણીને લઈને અનેક જગ્યાએ વિરોધના સૂર ઉઠ્યા છે. કલોલના બળદેવજી ઠાકોર નહીં, પણ પાટીદાર જિલ્લા પ્રમુખની માંગણી ઉઠી છે. કોંગ્રેસની પાટીદાર વિચારસરણીવાળા પાટીદારોની બેઠક મળી હતી. વિસનગરની એક ખાનગી હોટલમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદાર મૂકવા માંગણી કરાઈ છે. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરના નામની જાહેરાત કરાઈ છે.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે આ 5 નેતા મજબૂત દાવેદાર, કોણ પહેરશે કાંટાળો તાજ?
મહેસાણા જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ પાટીદાર આગેવાનોમાં હલચલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ અને pcc દ્વારા આ મુદ્દે સર્વે કરવા ટીમ બનાવાઇ હતી. અગાઉ આ મુદ્દે મિટિંગ પણ યોજાઈ હતી. સમગ્ર મામલે જિલ્લાના કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ પદે પાટીદાર નિમણૂંક કરવા રાહુલ ગાંધીને રૂબરૂ રજૂઆત કરાશે.
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર પટેલે રાહુલ ગાંધીને રજૂઆત કરવા અંગે વાત કરી. વિસનગરની બેઠકમાં અરવિંદ પટેલ - પ્રદેશ ડેલીગેટ ઉંઝા, મિલન પટેલ - માજી કોર્પોરેટર મહેસાણા, બાબુભાઈ વાસણ વાળા pcc ડેલીગેટ અને સિનિયર આગેવાન , વિક્રમ પટેલ કોંગ્રેસ આગેવાન વિજાપુર , દિનેશ પટેલ વિજાપુર , સતીશ પટેલ - પાસ કન્વીનર, હિરેન પટેલ કોર્પોરેટર વિસનગર , ગોવિંદ તલાટી, પ્રવીણ પટેલ, પ્રો ડી આઈ પટેલ, નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે