IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ પહેલા રિષભ પંતને ચેતવણી આપવામાં આવી છે, જો તે બીજી ટેસ્ટ મેચમાં ફરીથી આ ભૂલ કરશે, તો તેને ફક્ત શ્રેણીમાંથી જ નહીં પરંતુ ટીમ ઇન્ડિયામાંથી પણ મહિનાઓ માટે બહાર રહેવું પડી શકે છે. પંતે છેલ્લી મેચની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકાર્યા પછી મોટી ભૂલ કરી હતી, પરંતુ હવે તેને ચેતવણી આપવામાં આવી છે.
આ ભૂલ ફરીથી ના કરવી
રિષભ પંતે છેલ્લી મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેણે પહેલી ઇનિંગમાં 138 રન બનાવ્યા અને પછી પોતાના સેલિબ્રેશનથી ચર્ચામાં આવ્યો હતો. પંતે હેન્ડસ્પ્રિંગ સેલિબ્રેશન કર્યું જેમાં તે માસ્ટર છે. IPL 2025ની છેલ્લી મેચમાં પણ પંતે સદી ફટકાર્યા પછી તે જ સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું. પરંતુ તેણે ફરી આ ભૂલ ન કરવી જોઈએ. 2022માં કાર અકસ્માત બાદ રિષભ પંતની સારવાર કરનારા સર્જન ડૉ. દિનશા પારડીવાલાએ તેને ચેતવણી આપી છે.
કોણ લેશે બુમરાહની જગ્યા? આ 2 ખેલાડીની થશે સરપ્રાઈઝ એન્ટ્રી, ઈંગ્લેન્ડના ભૂક્કા કાઢશે
ફરીથી મુશ્કેલી આવી શકે છે
દિનશા પારડીવાલાએ ધ ટેલિગ્રાફને કહ્યું, 'રિષભે બાળપણમાં જિમ્નેસ્ટિક્સ શીખ્યું છે, જેના કારણે તે ખૂબ જ ચપળ અને ફ્લેક્સિબલ છે. 'સમરસોલ્ટ' એક સંપૂર્ણ અને સારી રીતે પ્રેક્ટિસ કરાયેલ મૂવ છે, પરંતુ તે જરૂરી નથી. પંત ખૂબ નસીબદાર હતો કે તે કાર અકસ્માતમાં બચી ગયો કારણ કે તે પ્રકારના અકસ્માતમાં મોતની શક્યતા ખૂબ વધારે હોય છે.'
2022માં કાર અકસ્માત થયો હતો
દિનશા પારડીવાલાએ વધુમાં કહ્યું, 'આવા અકસ્માતમાં, જેમાં કાર પલટી જાય છે અને આગ લાગી જાય છે, મોતનું જોખમ ઘણું વધી જાય છે.' જોકે, બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા પછી પંતે પોતાનું સેલિબ્રેશન બદલી નાખ્યું હતું. ગાવસ્કરે તેને ફ્રન્ટ ફ્લિપ કરવાનું કહ્યું, પરંતુ પંતે તેને ટાળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે