નડીયાદ : ગવાસદ ગામે ખેડૂતના ખેતરમાં આસમાને પહોંચેલા લિંબુના ઝાડ કાપી નાખતા વડું પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ઉનાળાની ઋતુમાં જ્યારે એક તરફ લિંબુના ભાવ લોકોને રડાવી રહ્યા છે ત્યારે પાદરામાં લીંબુના ખેતરમાં લિંબુના છોડ કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલ સિમના ખેતરમાં ખેડૂતે લિંબુનું ખેતર બનાવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી લિંબુના છોડને ઉછેરી રહ્યા હતા. ત્યારે ગત રોજ ખેતરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખેડૂતના ખેતરમાંથી 148 જેટલા લિંબુના ઝાડ કાપી નાખતા ચકચાર મચી હતી.
મહેશભાઇ પટેલનો ધવલ સરકારી એન્જિનિયર તો બન્યો પણ લાંચ વગર રહેવાયું નહી, આખરે ACB એ ઝડપી લીધો
ખેડૂત દ્વારા સમગ્ર મામલે વડું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વડું પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, તેઓના વિરોધીઓ દ્વારા તેઓના ખેતરમાંથી લિંબુના ઝાડ કાપી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી સુધી પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ ચલાવી રહી છે. જો કે હાલ તો ખેડૂતનાં મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે.
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય ગણાવ્યું
લીંબાના ભાવ આસમાને છે. ખેડૂતનાં લીંબુના ઝાડ ટુંક જ સમયમાં લીંબુ પાકે તે પહેલા જ વિરોધીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઝડપથી આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં પણ આ મુદ્દે ખુબ જ રોષ જોવા મળી રહી છે. ગામ લોકો પણ આ પ્રકારનાં હિનકૃત્ય મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે