Home> Sports
Advertisement
Prev
Next

Hardik Pandya IPL 2022: હાર્દિક પંડ્યાં ચાલુ મેચમાં બોલ્યો ગાળ? જાણો કેમ આ ખેલાડી પર થયો ગુસ્સે

Hardik Pandya IPL 2022: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મિસફિલ્ડિંગ માટે તેની ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર ગુસ્સે ભરાય છે.

Hardik Pandya IPL 2022: હાર્દિક પંડ્યાં ચાલુ મેચમાં બોલ્યો ગાળ? જાણો કેમ આ ખેલાડી પર થયો ગુસ્સે

નવી દિલ્હી: ગુજરાત ટાઈટન્સને સોમવારે આઇપીએલ 2022 ની પહેલી હારનો સામનો કરવો પડ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે એક તરફી મેચમાં ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચમાં ફિફ્ટી મારી પરંતુ તે ટીમને જીતાડી શક્યો નહીં. હવે હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુસ્સો કરતા જોવા મળે છે અને તેના પર લોકો રોષે ભરાયા છે.

fallbacks

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ ચાલી રહી હતી તે સમયે કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ ફિલ્ડિંગ માટે મોહમ્મદ શમી પર ગુસ્સે થયા છે. રાહુલ ત્રિપાઠી દ્વારા થર્ડ મેન પર રમેલો શોટ સીધો મોહમ્મદ શમી પાસે જાય છે.

જો કે, મોહમ્મદ શમીએ આ કેચ પકડવાનો ટ્રાય ન કર્યો. તેને લઇને હાર્દિક પંડ્યા ભડક્યો અને મોહમ્મદ શમી પર વરસી પડ્યો. હાર્દિકને આશા હતી કે મોહમ્મજ શમી આગળ વધી કેચને પકડશે, પરંતુ એવું થયું નહીં.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો દ્વારા હાર્દિક પંડ્યાની ટિકા કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે પોતાના ખેલાડીઓને આ રીતે ગાળો આપવી યોગ્ય નથી. તો કેટલાક યુઝર્સે લખ્યું કે હાર્દિક પંડ્યા કોઈ લેજન્ડ નથી તે માત્ર ભૂલથી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો છે. એવામાં સીનિયર પ્લેયર્સની રિસ્પેક્ટ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સે આ મેચમાં પહેલા બેટિંગ કરી 162 રનનો સ્કોર બનાવ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાની ફિફ્ટી પણ સામેલ હતી. પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે આ ટાર્ગેટ સરળતાથી પૂર્ણ કરી લીધો. હૈદરાબાદ તરફથી તેના કેપ્ટન કેન વિલિયમસને પણ શાનદરા ઇનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યા પહેલી વખત કોઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સીઝનમાં તેની શરૂઆત સારી રહી છે અને સતત ત્રણ મેચ જીતી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદની સામે ગુજરાત ટાઈટન્સને હારનો સામનો કરવો પડ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More