Saurastra Rain News: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં હાલ વરસાદી વાતાવરણ હાલ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ડેમોમા વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 11.53%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના જળસંગ્રહમા રાતોરાત 10542 એમસીએફટી વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
બોટાદના બરવાળા તાલુકામાં આભ ફાટ્યું! 227 તાલુકામાં વરસાદની એન્ટ્રી, જાણો કયા કેટલો?
સોમવારે સવારે સૌરાષ્ટ્રના 141 ડેમોનું સ્ટોરેજ માત્ર 27.07% હતું. 24 કલાકમાં વધીને 38.60 ટકા સુધી પહોંચ્યું છે. જે પ્રકારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અમરેલી જિલ્લાના બે, ભાવનગર જિલ્લાના ત્રણ જ્યારે કે સુરેન્દ્રનગરનો એક ડેમ છેલ્લો સો ટકા સંપૂર્ણ પણે ભરાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
આખરે લંકાપતિ રાવણ એકલો કેમ સૂતો હતો? કારણ જાણીને તમે પણ થઈ જશે નવાઈ
મંગળવારના રોજ અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ , સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના આજી1, ન્યારી 1, ભાદર 1 ડેમ સહિતના ડેમમાં નવા નિયમની આવક પણ નોંધાઈ છે.
પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભીનું મૃત્યુ, દુખદ સમાચાર સાંભળી આઘાતમાં મોટાં બહેનનું મોત
આજી 1 ડેમમાં 0.10 ફુટ, ન્યારી 1 ડેમમાં 0.33 ફૂટ, ભાદર 1 ડેમમાં 1 ફુટ નવા નીરની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે રાજકોટના ઈશ્વરીયા નજીક આવેલ આજી 2 ડેમના બે જેટલા દરવાજા ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વિશ્વાસકુમાર રમેશ માટે લકી સીટ બની 11A, ઈચ્છો તો પણ તમને ન મળે! આ શરત પૂરી કરવી પડે
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પરમાર છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે