Home> Gujarat
Advertisement
Prev
Next

વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું

 જામનગરમાં આજે સનસનાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા આ ઘટના સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આર્થિક સંકડામણને કારણે પાંચ જણાને મોતને વ્હાલુ કરવું પડ્યું હતું. પણ ચોંકાવનારી વાત એ હતી કે, નીચે પરિવારની ઝેર પીધેલી લાશો પડી હતી, ત્યારે એ જ પરિવારના વૃદ્ધ ઉપરના રૂમમાં સૂતા હતા. આ બાબતથી તદ્દન અજાણ એવા વૃદ્ધ પોતાનો સુખી પરિવારનો માળો વિખેરાઈ જતા ઊંડા શોકમાં જતા રહ્યા હતા. તેમના દીકરા-વહુ, પત્ની અને બે પૌત્રોએ આત્મહત્યા કરી લીધી હતી.

વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું

જામનગર : જામનગરમાં આજે સનસનાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા આ ઘટના સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આર્થિક સંકડામણને કારણે પાંચ જણાને મોતને વ્હાલુ કરવું પડ્યું હતું. પણ ચોંકાવનારી વાત એ હતી કે, નીચે પરિવારની ઝેર પીધેલી લાશો પડી હતી, ત્યારે એ જ પરિવારના વૃદ્ધ ઉપરના રૂમમાં સૂતા હતા. આ બાબતથી તદ્દન અજાણ એવા વૃદ્ધ પોતાનો સુખી પરિવારનો માળો વિખેરાઈ જતા ઊંડા શોકમાં જતા રહ્યા હતા. તેમના દીકરા-વહુ, પત્ની અને બે પૌત્રોએ આત્મહત્યા કરી લીધી હતી.

fallbacks

ચારે બાજુથી દેવામાં ભિંસાયેલા જામનગરના પરિવારની આત્મહત્યા, પલંગ પર પડી હતી 5 લાશ

આ બનાવથી આઘાતમાં સરી પડેલા વૃદ્ધનું જાણે આખું જીવન જતુ રહ્યું હતું. કાચો માલ લાવીને ચોળાફળી બનાવી હોલસેલનું વેચાણ કરતા પન્નાલાલ સાકરીયા મકાનના ઉપરના રૂમમાં સૂતા હતા. તેઓ પરિવારના આત્મહત્યાની ઘટનાથી તદ્દન અજાણ હતા. તેમણે કહ્યું કે, મારી વહુ મને રોજ સવારે 9 વાગ્યે ઉઠાડવા આવે છે. આજે તે આવી નહિ એટલે જરાક વધારે ઊંઘ થઈ ગઈ. 10 વાગે જ્યારે હું નીચે આવ્યો ત્યારે મને આ ઘટનાની જાણ થઈ હતી. મારો દીકરો ચારે બાજુથી ભીંસમાં આવ્યો હતો, તે કોઈને વાત કરત તો કોઈ રસ્તો જરૂર નીકળી જાત. 

Video: જીવની નથી પડી આ યુવાનોને, ઈડર ગઢ પર કર્યાં જોખમી સ્ટંટ

ઉલ્લેખનીય છે કે,  જામનગરના કિશન ચોક પાસે દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉંમર 40 વર્ષ)નો આખો પરિવાર પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યો હતો. તેમની પત્ની આરતીબેન સાકરીયા (37 વર્ષ), દીકરી કુમકુમ સાકરીયા (10 વર્ષ), દીકરો હેમંત સાકરીયા (5 વર્ષ) અને માતા જયાબેન પન્નાલાલ સાકરીયા ( 80 વર્ષ) અને દિપકભાઈ ખુદ ઝેર પીધેલી હાલમાં મળી આવતા હતા. આ વાતની જાણ થતા જ ઉ.વ.૮૦)ના મૃતદેહો ઝેરી દવા પીધેલી હાલતમાં તેમના ઘરેથી મળી આવતા આસપાસના લોકોના ટોળા જામ્યા હતા. તાત્કાલિક 108 બોલાવાઈ હતી, પણ કોઈ પણ સભ્ય જીવિત રહ્યો ન હતો. સાકરીયા પરિવારે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દિપકભાઈની આવક માત્ર 10થી 15 હજાર જેટલી હતી, પરંતુ તેમની માતા જયાબેનની સારવાર માટે દર મહિને 25 હજાર જેટલો ખર્ચ થતો હતો. તો બીજી તરફ, દિપકભાઈના માટે બેંક લોન પણ હતી. ત્યારે મોટાપાયે દેવુ વધી જતા આ પગલુ ભર્યું હતું. પાંચેયના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા હતા. 

ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More