નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા મંગળવારે અમરોહામાં પાંચ સ્થળોએ ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ગયા અઠવાડિયે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથથી પ્રેરિત આતંકી મોડ્યુલ શોધી કાઢ્યા બાદ એનઆઈએ દ્વારા આ બીજી વખત દરોડા પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, NIA દ્વારા ગુપ્તા માહિતી બાદ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં જુદી-જુદી જગ્યાએ દરોડા પાડીને આઈએસથી પ્રેરિત આતંકી મોડ્યુલને શોધી કાઢવામાં આવ્યું હતું અને 10 શકમંદોને પણ અટકમાં લીધા હતા.
Latest visuals: National Investigation Agency (NIA) conducting raids at 5 locations in Amroha (in connection with ISIS module case of last week) pic.twitter.com/hPcNuooY8v
— ANI UP (@ANINewsUP) January 1, 2019
આ દરોડા બાદ NIA દ્વારા ખુલાસો કરાયો હતો કે, પકડવામાં આવેલા આ શકમંદો નજીકના ભવિષ્યમાં દેશના VVIPને ટાર્ગેટ કરીને ફિદાયિન હુમલા કરવાની તૈયારી કરી રહ્યા હતા.
VIDEO: જ્યારે કાદર ખાને કહ્યું- 'હું પાછો આવીશ અને બોલિવૂડને સારી ભાષા આપીશ'
આ સાથે જ NIA દ્વારા ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પાડવામાં આવેલા સંયુક્ત દરોડા બાદ શકમંદોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી.
એ સમયે NIAના આઈજીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટથી પ્રેરિત આતંકી મોડ્યુલ 'હરકત-ઉલ-હર્બ-એ-ઇસ્લામ' ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હીમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે