મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ)માં માર્ચ એન્ડીંગના કારણે તા.23 માર્ચ થી તા.31 માર્ચ સુધી હરાજી-આવકનું કામકાજ બંધ રાખવામાં આવનાર છે. માર્ચ એન્ડિંગના પગલે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા અને સભ્યો દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ 13 જિલ્લામાં આંધી સાથે વરસાદનું એલર્ટ, 24 માર્ચ સુધી ખતરો! ગુજરાતમાં શું છે આગાહી?
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે હિસાબ-કિતાબ માટે તા.23 માર્ચ થી તા.31 માર્ચ સુધી તમામ પ્રકારની જણસીની આવક તથા હરાજીની કામગીરી બંધ રાખવામાં આવનાર છે. જો કે, તા.23 ના રવિવાર હોવાથી જાહેર રજા છે અને તા.24 થી યાર્ડમાં કામકાજ બંધ કરવામાં આવશે અને તા.31 માર્ચ સુધી યાર્ડ બંધ રહેશે. જે તા. પહેલી એપ્રિલથી સવલત મુજબ હાપા યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે.
Sunita Williams: સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી, જુઓ લેન્ડિંગનો સૌથી રોમાંચક Video
એક તરફ ઘઉં, મરચા, જીરૂ જેવા પાકની સિઝન ચાલી રહી છે ત્યારે આગામી તા.23 થી 31 માર્ચ સુધી હાપા માર્કેટીંગ યાર્ડમાં હિસાબ કીતાબોનું કામકાજ રહેવાનું હોય અઠવાડીયા સુધી ખેડુતોએ તેમનો માલ વેંચવા માટે હાપા યાર્ડમાં ન લાવવા યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યું છે.
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; શિક્ષકોની ઘટ નિવારવા અહીં થશે 4100 જગ્યાઓ પર ભરતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે