Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: મહિલાને એવું તો શું કહ્યું કે પતિએ ગુસ્સામાં આવી વૃદ્ધાને થાંભલે બાંધી મોતને ઘાટ ઉતાર્યો

જસદણમાં ગઈકાલે 70 વર્ષના એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાનું મોત કેમ થયું તે અંગે તપાસ કરતા પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. જો કે, આ હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી

રાજકોટ: મહિલાને એવું તો શું કહ્યું કે પતિએ ગુસ્સામાં આવી વૃદ્ધાને થાંભલે બાંધી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ: જસદણમાં ગઈકાલે 70 વર્ષના એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાનું મોત કેમ થયું તે અંગે તપાસ કરતા પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. જો કે, આ હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ હત્યા કરી હોવાની કબુલાત કરી અને કહ્યું હતું કે, વૃદ્ધાએ મારી પત્ની પાસે બિભસ્ત માંગણી કરી હતી. જેના કારણે ગુસ્સામાં આવી તેણે વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યો હતો.

fallbacks

શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, ગઈકાલે જસદણના કનેસરા રોડ પર આવેલી એક વાડીમાંથી એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. જો કે, પોલીસને હત્યા થઈ હોવાનું લાગી રહ્યું હતું તેથી તેમણે વૃદ્ધાનો મૃતદેહ પીએમ અર્થે પહેલા જસદણની સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. પરંતુ ત્યાં કોઈ નિષ્કર્ષ ન મળી આવતા વૃદ્ધાનો મૃતદેહ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રથામિક તપાસમાં વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો:- વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું

જો કે, આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વૃદ્ધાની વાડીમાં જ રહેતા સંજય નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ આરોપી સંજયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી સંજયે વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે, વદ્ધાએ મારી પત્ની પાસે બિભસ્ત માંગણી કરી હતી. જે બાદ તેને ગુસ્સો આવી જતાં તેણે વદ્ધાને પહેલા થાંભલા સાથે બાંધી દીધો અને ત્યારબાદ તેના મોઢે ડૂમો દઈને તેની હત્યા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More