Home> India
Advertisement
Prev
Next

Punjab: સવારે પ્રિયંકા અને સાંજે રાહુલને મળ્યા નવજોત સિંહ સિદ્ધૂ, શું પંજાબ કોંગ્રેસમાં વિવાદ થશે શાંત

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સૂત્રોનું કહેવું છે કોંગ્રેસ હાઈ કમાન્ડ સંગઠન કે સરકારમાં સિદ્ધૂને કોઈ મહત્વની જવાબદારી આપી મનાવવાના પ્રયાસમાં છે. 

Punjab: સવારે પ્રિયંકા અને સાંજે રાહુલને મળ્યા નવજોત સિંહ સિદ્ધૂ, શું પંજાબ કોંગ્રેસમાં વિવાદ થશે શાંત

નવી દિલ્હીઃ પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તામાં રહેલી કોંગ્રેસ આંકરિક વિવાદનો સામનો કરી રહી છે. આ વચ્ચે આજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. આ પહેલા સિદ્ધૂ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. ત્યારબાદ મુલાકાતની તસવીર શેર કરતા સિદ્ધૂએ ટ્વીટ કર્યુ- પ્રિયંકા ગાંધીજીની સાથે લાંબી મુલાકાત થઈ. 

fallbacks

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સૂત્રોનું કહેવું છે કોંગ્રેસ હાઈ કમાન્ડ સંગઠન કે સરકારમાં સિદ્ધૂને કોઈ મહત્વની જવાબદારી આપી મનાવવાના પ્રયાસમાં છે, પરંતુ સિદ્ધૂ સતત તે વાત પર ભાર આપી રહ્યા છે કે મુખ્યમંત્રીની સાથે કામ નહીં કરી શકે. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધૂ અને પંજાબ કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે. 

સિદ્ધૂનું કહેવુ છે કે ગુરૂ ગ્રંથ સાહિબની અસંસ્કારીતાના મામલામાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે કોઈ મજબૂત પગલા ભરવામાં આવ્યા નથી. પંજાબમાં કોંગ્રેસનો વિવાદ દૂર કરવાના પ્રયાસ હેઠળ રાહુલ ગાંધીએ હાલના દિવસોમાં પાર્ટીના ઘણા નેતાઓની સાથે મંથન કર્યુ હતું. પાર્ટીની ત્રણ સભ્યોની સમિતિએ પણ 100થી વધુ નેતાઓ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહની સાથે મંત્રણા કરી હતી. 

આ પણ વાંચોઃ Darbar Move: જમ્મુ કાશ્મીરમાં ખતમ થઈ 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા, ઓફિસરોને આવાસ ખાલી કરવાનો આદેશ

સિદ્ધૂ સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પછી સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ સિદ્ધૂ સાથે ઘર પર એકવાર ફરી મુલાકાત કરી હતી. હકીકતમાં કેપ્ટન સાથે વિવાદ વચ્ચે પાછલા દિવસોમાં સિદ્ધૂએ તેમના પર બાદલ પરિવારની સાથે મિલીભગતનો આરોપ લગાવી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More