Gujarat Politics : ગુજરાતમાં પેટાચૂંટણીના ગરમાવા વચ્ચે જિગ્નેશ મેવાણીએ પોતાજ જ પક્ષ સામે મોરચો માંડ્યો છે. ત્યારે આ વચ્ચે જિગ્નેશ મેવાણીએ આમ આદમી પાર્ટીએ કડીથી જાહેર કરેલા ઉમેદવાર જિગ્નેશ ચાવડા સાથેની તસવીરો ચર્ચા જગાવી રહી છે.
જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં કોનાથી નારાજ
ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા જિજ્ઞેશ મેવાણીની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે. અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી નારાજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ X પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન ટાંક્યું છે. આ પોસ્ટ બતાવે છે કે, જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કેટલાક નેતાઓથી નારાજ છે, અને હવે તેઓ ખૂલીને બોલવા લાગ્યા છે.
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા - આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2025
જિજ્ઞેશ મેવાણીએ X પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો?. બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં? મારું નહિ તો રાહુલજીનું તો માનો!
ભાજપની જબરી ગેમ! ટાઢા પાણીએ ખસ કાઢવાનો ખેલ, મેવાણી અસલી ખેલાડી નીકળ્યો
જોકે, મેવાણીની પોસ્ટ બાદ હવે મેવાણીની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથેની તસવીરો ખળભળાટ મચાવી રહી છે. ચર્ચા છે કે, જગદીશ ચાવડા એ જિગ્નેશ મેવાણીનો સાથી છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે. જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016 માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે, AAP કડીના ઉમેદવાર જગદીશ ચાવડા અને જિગ્નેશ મેવાણી એક ફ્રેમમાં છે.
તો બીજી તરફ, કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી દુર હટવાનું પણ આ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીના AAP ઉમેદવાર સાથેના ફોટો વાયરલ થયા છે. હજી ગઈકાલે જ જિગ્નેશ મેવાણીએ એક્સ પર કોંગ્રેસના વિરોધમાં પોસ્ટ કરી હતી. તો થોડા સમય પહેલા જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પણ તેમણે ધરાર ના પાડી હતી. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપવી પડી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આમ, હાલ ગુજરાતની પેટાચૂંટણીમાં ઉમેદવારોને છોડીને જિગ્નેશ મેવાણી સૌથી વધુ ચર્ચાસ્પદ બની રહ્યાં છે. હજી તો કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યો નથી, પરંતું તે પહેલાં વાયરલ ફોટોથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
PM મોદીએ અટલ બ્રિજના ટિકિટની એ વાત કહી, જે આજ દિન સુધી કોઈ જાણતું ન હતું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે