મુસ્તાક દલ, જામનગર: જામનગરની ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન સંસ્થા દ્વારા વર્ષોની પ્રણાલીકા મુજબ અષાઢી બીજના રોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવીડ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે દર વર્ષે ગુંદીના લાડુ અને ગાંઠીયાનું વિતરણ જામનગરની જુદી જુદી સંસ્થાઓમાં તેમજ ગરીબ માણસો માટે જે બનાવતા હતા તેને બદલે સંસ્થાએ આ વખતે જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ગાયો માટે ઘઉંના લોટમાંથી બનાવેલ 6 હજાર નંગ લાડુ વિતરણ કરવામાં આવશે .
જામનગર શહેરમાં કે.વી.રોડ પર આવેલ બ્રહ્મપુરીની વાડી ખાતે ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ જીતુભાઇ લાલ અને તેમની ટીમ દ્વારા લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી...આ ભગીરથ કાર્યમાં ઘઉનો લોટ 600 કિલો, દેશી ગોળ 500 કિલો અને તેલના 120 ડબ્બા સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને 6 હજાર નંગ ઘઉંના લાડુ બનાવવામાં આવ્યા છે.
જામનગરની 14 જેટલી વિવિધ સંસ્થાઓ જેવી કે આણંદાબાવાની ગૌશાળા ( ઢીંચડા ), આણંદાબાવાની ગૌશાળા ( ધોરીવાવ ), વચ્છરાજ ગૌશાળા ( નાગના પાસે ), મોટી હવેલી ( વિકટોરીયા પુલ પાસે અને ગામમાં ), શ્રી જલારામ મંદિર ( હાપા ), કબીર આશ્રમ ( વિપુલ ગીન્સ , સમર્પણ હોસ્પીટલ રોડ ), પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ ( લીમડાલાઈન ), કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર , ખીજડીયા બાયપાસ, શરૂ સેકશન રોડ , અંબીકા ડેરી સામે, જુના રેલ્વે સ્ટેશન પાસે, ખોડીયાર કોલોની ( ગૌશાળા ) તેમજ દરેડ ગૌશાળા અને શહેરમાં અન્ય વિસ્તારોમાં ઉભેલી ગાયોને ઘઉંના લાડવા ખવડાવવામાં આવશે.
આ સમગ્ર કાર્યને સફળ બનાવવા માટે ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ પરેશભાઈ મેતા, માનદમંત્રી લહેરીભાઈ રાયઠઠા, સંસ્થાના કારોબારી સભ્યો અરવિંદભાઈ મહેતા, રીશીભાઈ પાબારી, વિશાલભાઈ મહેતા, દેવેનભાઈ પાબારી, તેમજ માર્કેટના વેપારીઓ મનોજભાઈ અમલાણી અને રાજશ્રીબેન મેતા, ઉષાબેન મેતાનો સાથ સહકાર મળેલ છે... જ્યારે ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશન દ્વારા 6 હજાર નંગ લાડુ બનાવીને ઉપરોક્ત તમામ સંસ્થાઓમાં વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જ્યારે માથા ઉપર વિજળી થતી હોય ત્યારે આ કામ બિલકુલ ન કરો, આવી રીતે કરો તમારો બચાવ
TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...
Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે