Home> India
Advertisement
Prev
Next

Swami Ramdev નો દાવો, પતંજલિએ વિદેશી કંપનીઓને પછાડી, 100થી વધુ રિસર્ચ આધારિત દવાઓ તૈયાર કરી

યોગગુરુ સ્વામી રામદેવે મંગળવારે દાવો કર્યો કે પતંજલિ યોગપીઠે ભારતની આત્મનિર્ભર ભારતની પ્રેરણા કાયમ કરી. અને દેશની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું. 

Swami Ramdev નો દાવો, પતંજલિએ વિદેશી કંપનીઓને પછાડી, 100થી વધુ રિસર્ચ આધારિત દવાઓ તૈયાર કરી

હરિદ્વાર: યોગગુરુ સ્વામી રામદેવે મંગળવારે દાવો કર્યો કે પતંજલિ યોગપીઠે ભારતની આત્મનિર્ભર ભારતની પ્રેરણા કાયમ કરી. અને દેશની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપ્યું. 

fallbacks

વિદેશી કંપનીઓને પછાડી
સ્વામી રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પતંજલિ યોગપીઠે હિન્દુસ્તાન યુનિલીવરને બાદ કરતા તમામ કંપનીઓને પાછળ છોડી છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે વર્ષ 2025 સુધીમાં હિન્દુસ્તાન યુનિલીવરને પણ અમે પાછળ છોડી દઈશું. 

5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગારી આપી
સ્વામી રામદેવે કહ્યું કે પતંજલિ બ્રાન્ડ નથી પરંતુ આંદોલન છે. અમે પાંચ વર્ષમાં પાંચ  લાખ લોકોને રોજગારી આપી છે અને આવનારા પાંચ વર્ષમાં પાંચ લાખ વધુ લોકોને રોજગાર આપીશું. 

2 લોકોથી 200 દેશો સુધી પહોંચાડ્યો યોગ
યોગગુરુ સ્વાી રામદેવે કહ્યું કે યોગને 2 લોકો સાથે શરૂ કર્યો હતો અને આજે તેને 200 દેશો સુધી પહોંચાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે યોગે અસાધ્ય રોગોને પણ ઠીક કર્યા છે અને આજે દુનિયાનો એક મોટો વર્ગ યોગ સાથે જોડાયો છે. યોગ હાલના સમયમાં સૌથી મોટો ધર્મ છે. 

અમે 100થી વધુ રિસર્ચ આધારિત દવા તૈયાર કરી
સ્વામી રામદેવે કહ્યું કે મને ગર્વ છે કે 100થી વધુ રિસર્ચ અને એવિડન્સ આધારિત ઔષધિઓ બનાવી. આ સાથે પરંપરાગત, સાંસ્કૃતિક ઔષધિઓને પણ જાળવી રાખી. આ કામમાં અમારી લગભગ પાંચસો વૈજ્ઞાનિકોની ટીમ છે. 

રુચિ સોયાનું ટર્નઓવર 16 હજાર કરોડથી વધુ કર્યું
પતંજલિની આગળ ભૂમિકા જણાવતા સ્વામી રામદેવે કહ્યું, આગળ અમારું ફોકસ રિસર્ચ, હેલ્થ અને એજ્યુકેશન પર છે. આ સાથે જ એગ્રીકલ્ચર ઉપર પણ ફોકસ કરવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે એક બીમાર કંપની રૂચિ સોયાને ખરીદી અને ત્યારબાદ તેનું વાર્ષિક ટર્નઓવર 16 હજાર 318 કરોડ રૂપિયા કર્યું. પતંજલિની અલગ અલગ કંપનીઓ અને રૂચિ સોયાએ મળીને 30 હજાર કરોડ રૂપિયાથી વધુનું આ દેશની આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપ્યું છે. અમારું આગળ લક્ષ્ય ખુબ મોટું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More