Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તરાયણ પૂરી થતાં જ કમૂરતાં ઉતર્યાં, આજથી લગ્નસરાની મોસમ શરૂ, જાણો કેટલા મુહૂર્ત છે

ગુજરાતમાં કમુરતાને કારણે લગ્નસરા (wedding) ની મોસમ પર બ્રેક લાગી હતી. ઉત્તરાયણ પૂરી થતાં જ કમૂરતાં ઉતર્યાં છે. આજથી લગ્નસરાની મોસમ શરૂ થયુ છે. કમુરતા (kamurta 2021) ઉતરતાથી સાથે જ શુભ સમાચાર એ છે કે, આ મહિને લગ્નનાં 10 શુભ મુહૂર્ત તો દિવાળી સુધીમાં 40 શુભ મુહૂર્ત છે.

ઉત્તરાયણ પૂરી થતાં જ કમૂરતાં ઉતર્યાં, આજથી લગ્નસરાની મોસમ શરૂ, જાણો કેટલા મુહૂર્ત છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કમુરતાને કારણે લગ્નસરા (wedding) ની મોસમ પર બ્રેક લાગી હતી. ઉત્તરાયણ પૂરી થતાં જ કમૂરતાં ઉતર્યાં છે. આજથી લગ્નસરાની મોસમ શરૂ થયુ છે. કમુરતા (kamurta 2021) ઉતરતાથી સાથે જ શુભ સમાચાર એ છે કે, આ મહિને લગ્નનાં 10 શુભ મુહૂર્ત તો દિવાળી સુધીમાં 40 શુભ મુહૂર્ત છે.

fallbacks

ઉત્તરાયણનું પર્વ પૂર્ણ થતાં જ કમુરતાં પૂરાં થયાં છે. હવે લગ્નસરાની મોસમ શરૂ થશે. આ વર્ષે દિવાળી સુધીમાં લગ્નનાં 40 શુભ મુહૂર્ત છે. જેમાં સૌથી વધુ આ મહિનામાં લગ્નનાં 10 શુભ મુહૂર્ત છે. આ મહિનામાં 15, 20, 21, 22, 23, 25, 26, 27, 28 અને 29 જાન્યુઆરીએ લગ્નનું શુભ મુહૂર્ત છે. એટલે કે આ દિવસોમાં લગ્ન પ્રસંગ આયોજિત કરવામાં આવશે. તો આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં લગ્નનાં 8 શુભ મુહૂર્ત છે. માર્ચ મહિનામાં લગ્નનાં 3 શુભ મુહૂર્ત છે. એપ્રિલ અને જૂનમાં લગ્નનાં 4-4 શુભ મુહૂર્ત છે. જુલાઈ મહિના સુધીમાં લગ્નનાં 40 શુભ મુહૂર્ત છે.  \

આ પણ વાંચો : ઠાકોર પરિવાર માટે રવિવારની સવાર કાળમુખી બની, અકસ્માતમાં 5 ના મોત, મૃતકોમાં બે બાળકો

પૂરા થયા કમુરતા
14 જાન્યુઆરીના રોજ બપોરે 2.30 કલાકે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. આ દિવસે મકરસંક્રાંતિ હોય છે. આ દિવસથી જ કમુરતા પૂરા થશે. એટલે કે આ દિવસથી હિન્દુ ધર્મમાં શુભ કાર્યો તથા લગ્નો કરી શકાશે. 

દર વર્ષે આવતા ધનારક એટલે કે કમુરતામાં લગ્ન કાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ, આ દિવસોમાં શુભ કાર્યો કરવા સારુ ગણાતુ નથી. તેથી મોટાભાગના લોકો એક મહિના દરમિયાન શુભ પ્રસંગો લેવાનુ ટાળે છે. ત્યારે આજથી ગુજરાતમાં લગ્ન સીઝન ફરી શરૂ થશે. તેમજ સગાઈ, મુંડન, પ્રાણપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ, નવી દુકાનની શરૂઆત, વ્રત વગેરે શુભ કાર્યો પણ યોજી શકાશે.  

આ પણ વાંચો : ભારતમાં કોરોનાને ફ્લૂ તરીકે જાહેર કરવો કે નહિ? 1 મહિનામાં પિક્ચર થઈ જશે ક્લિયર 

શુ છે કમુરતા
ધનારક અને મીનારક એક જ છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે. આજે 15 ડિસેમ્બરથી અખંડ મતસ્ય દ્વાદશી, સૂર્ય ધન મૂળમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા પ્રારંભ થશે. કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે બળ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને ખરમાસ પૂર્ણ થઇ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More