Home> India
Advertisement
Prev
Next

UP ચૂંટણી પહેલા ભાજપે જાણીતા સોંગની તર્જ પર લોન્ચ કર્યું 'Campaign Song', મોદી-યોગીની જોડીને બતાવ્યા 'આશા'

 UP ચૂંટણી પહેલા ભાજપે જાણીતા સોંગની તર્જ પર લોન્ચ કર્યું 'Campaign Song', મોદી-યોગીની જોડીને બતાવ્યા 'આશા'

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપ પોતાના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે હવે ડિજિટલ માધ્યમથી પણ જોડાઈ રહ્યું છે. યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક કેંપેન સોંગ ( BJP Campaign Song)  લોન્ચ કર્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે આ ગીત 'માનિકે માગે હિતે'ની તર્જ પર ગાયું છે, જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું છે.

fallbacks

ભાજપના  કેંપેન સોંગના શરૂઆતના શબ્દો, 'સબસે મન કી યે ભાષા, યહાં દો દો હૈ આશા'. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની જોડીને રાજ્યમાં આશાની કિરણ દેખાડવામાં આવી છે. સાથે સોંગમાં રામ મંદિર, કાશી કોરિડોર, વીજળી કનેક્શન અને રમખાણ મુક્ત રાજ્યની વાત કરવામાં આવી છે. તેના સિવાય રાજ્યમાં ફરી ભાજપ આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. આ ગીતને ડૉ. પ્રાચી સાધ્વીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે.

તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં 'મનિકે માગે હિતે' સોંગ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. આ સોંગની રુચિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સેલિબ્રિટીથી લઈને દરેક આ ગીતની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ ગીત શ્રીલંકાના પ્રખ્યાત ગાયક યોહાની ડિલોકા ડી'સિલ્વા દ્વારા ગાયું છે. આ ગીતના કારણે તે રાતોરાત આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. તેના તર્જ પર ભાજપે આ પ્રચાર ગીત લોન્ચ કર્યું છે.

બીજી બાજુ ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં પણ એક ધમાકેદાર ગીત લઈને આવી રહ્યા છે. આ ગીતના બોલ 'યુપી મેં સબ બા' છે, જેનું ટીઝર આઉટ થઈ ગયું છે. ગીતમાં રવિ કિશન ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલા કામને ગીત દ્વારા રજૂ કરતા જોવા મળે છે. તેમજ આ ગીત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની યુપીના લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા જઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More