ઝી બ્યુરો/છોટાઉદેપુર: જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરા ગામે 100 જેટલા પાણી ના બોર ના સ્તળ નીચે જતા રહેતા લોકો પાણી ની તંગી થી ઝઝૂમી રહ્યા છે. કેલધરા ગામની કન્યાનું લગ્ન હતું અને જાન આવવાની હતી ત્યારે પાણી ખૂટી જતા ઢોલનગારા સાથે લગ્નનો શણગાર કરવાની કામગીરી પડતી મૂકી હેડપંપ હલાવી પાણી ભર્યું તંત્ર આના ઉપરથી બોધપાઠ લેશે? હાંફેશ્વર પાણીપુરવઠા યોજના માંથી નર્મદાનું પાણી આપવા માટે પાણીની ટાંકી બનાવવામાં આવી અને પાણીના નળ બેસાડવામાં આવ્યા પરંતુ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.
સીટી બસ બની યમદૂત..! ઇન્દીરા સર્કલ પાસે 6 લોકોને અડફેટે લીધા, 3ના મોત 3 ઇજાગ્રસ્ત
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું છેવાડા નું ગામ કેલધરા માં 2500 ની વસ્તી છે જ્યારે ગામ માં પાણી ની ટાંકી છે નર્મદા માંથી પાણી લઈને હાંફેશ્વર પાણીપુરવઠા યોજના માં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા પરંતુ હાંફેશ્વર પાણીપુરવઠા નું પાણી દાહોદ સુધી લઈ જવામાં આવ્યું પરંતુ આ ગામને પાણી ના મળ્યું જ્યારે ગામમાં 100 જેટલા પાણીના બોર અલગઅલગ ફળિયામાં કરવામાં આવ્યા છે પરંતુ તેના જળસ્તળ નીચા જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઇ રહ્યા છે અમુક બોર બંધ થઈ ગયા છે.
ભાજપ સાથે ભળેલા નેતાઓનું શું રાહુલ ગાંધીએ તૈયાર કર્યું લિસ્ટ? નવાજૂનીના સંકેત
નદી કોતર સુકાઈ ગયા છે જ્યારે આ ગામમાં લગ્ન પ્રસંગ નારણભાઇ રાઠવા ની દીકરી ઓમનાબેન રાઠવા ના લગ્ન હતા જાન આવવાની ઘડીઓ ગણાતી હતી તે વખતે પાણી ખૂટી જતા તંત્ર ને જગાડવા માટે ઢોલ અને સહેણાઈ સાથે નદી ના સામે કિનારે આવેલ હેડપંપ ઉપર પહોંચીને હેડપંપ હલાવી ને પાણી ના બેડાં ભરી લાવી હતી લગ્ન માં આવેલ મહેમાનો પણ પાણી લાવવા માટે મદદે આવ્યા હતા જ્યારે આ ગામ માં 4 જેટલા ફળીયા આવેલા છે જેમાં બોર સુકાઈ જતા લોકો પાણી ની તંગી થી ઝઝૂમી રહ્યા છે જ્યારે લોકો એ કૂવા ખોધ્યા હતા તે પણ સુકાઈ ગયા છે જ્યારે સરકાર હાંફેશ્વર પાણીપુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તાર માં આપી શકતી નથી.
ગુજરાત સરકારે કર્યો એક નવો સુધારો; ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી ભરવી પડશે!
કવાંટ તાલુકાના છેવાડા ના ગામો મધ્યપ્રદેશ ની બોર્ડર ને અડીને આવેલા છે તે ગામો પાણી ની તંગી ભોગવી રહ્યા છે દુલ્હન ના જણાવ્યા મુજબ મારું લગ્ન હતું મારા ઘરે મહેમાન આવતા પાણી બોર માં ના આવતા હેડપંપ હલાવી ને લેવા મજબૂર બન્યા હતા મારા ઘરે મહેમાનો આવ્યા હતા ટેન્કર અને પાણી ના કુલરો મંગાવ્યા હતા તે પણ ખલાસ થઈ ગયા હતા અને ઢોલનગારા સાથે સરકાર ને જગાડવા માટે લગ્ન ના ફેરા ની તૈયારીઓની કામગીરી પડતી મૂકી અને પાણી ભરવા જવું પડ્યું હતું ગામ માં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકાર કરે.
વહેલા ચોમાસાના એંધાણ! એક સાથે 5-5 ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, 24 રાજ્યોમાં..
ગ્રામજન,ના જણાવ્યા મુજબ અમારા ગામ માં 100 જેટલા બોર હાલ છે ઘરે ઘરે નળ બેસાડવામાં આવેલ છે પરંતુ બોર માં પાણી ખલાસ થઈ ગયું છે હાંફેશ્વર પાણીપુરવઠા યોજનાનું પાણી અમને 10 કિલોમીટર માં આપવામાં ના આવ્યું હાલ તો અમારું ગામ પાણી વિના ટળવળી રહ્યું છે વિકાસ ની વાતો ખોટી છે દુલ્હન ના પિતા ના જણાવ્યા મુજબ ઉનાળો શરૂઆત થતા ની સાથેજ પાણી ની તંગી ઊભી થઈ છે મારી દીકરી ના લગ્ન હોવા છતાંય મારી દીકરી ને અને એની બેનપણીઓને લગ્ન ની વિધિ ના પહેલા હેડપંપ ઉપર પાણી ભરવા જવું પડ્યું જ્યારે ટેન્કરો અને જગ મંગાવ્યા હતા તે ખલાસ થઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે