PBKS vs KKR : IPL 2025માં અમ્પાયર દ્વારા બેટ્સમેનોના બેટ તપાસવામાં આવી રહ્યા છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાનું બેટ પણ ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પંજાબ કિંગ્સ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન સુનીલ નારાયણનું બેટ તપાસવામાં આવ્યું હતું. મેદાનમાં જતા પહેલા તેના બેટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અમ્પાયર ગેજની મદદથી તેના બેટની પહોળાઈ, ઊંડાઈ અને કિનારી તપાસતા જોવા મળ્યા હતા.
નારાયણના બેટમા ગડબડ જોવા મળી
સુનીલ નારાયણે છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે CSK સામે 44 રનની જોરદાર ઇનિંગ રમી હતી. પંજાબ સામે પણ બધાની નજર તેના પર હતી, પરંતુ તેના બેટમાં કંઈક ગરબડ જોવા મળી હતી. નારાયણ અને ડી કોક કેકેઆર તરફથી બેટિંગ કરવા આવ્યા તે પહેલા તેમના બેટની તપાસ કરવામાં આવી હતી. જ્યારે અમ્પાયરે નારાયણના બેટ પર ગેજ મૂક્યો ત્યારે બેટની જાડાઈ વધુ દેખાઈ, જેના કારણે ગેજ સંપૂર્ણપણે અંદર નહોતું ગયું. અમ્પાયરે નારાયણને તે બેટ વાપરવા દેવાની ના પાડી દીધી હતી.
Narine bat check by umpire pic.twitter.com/T8ZuX7Mnt6
— Pappu Plumber (@tappumessi) April 15, 2025
નારાયણ સસ્તામાં આઉટ થયો
પ્રથમ બેટિંગ કરતા પંજાબે KKRને 112 રનનો સાધારણ ટાર્ગેટ આપ્યો હતો. મેચ એકતરફી લાગી રહી હતી, પરંતુ પંજાબે હાર ન માની અને શાનદાર શરૂઆત કરી. પંજાબે KKRના બે બેટ્સમેનોને માત્ર 12ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધા હતા. આમાં સુનીલ નારાયણ પણ સામેલ હતો. તેણે 4 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા અને તે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.
બોલરોનો દબદબો
ચંદીગઢના મેદાન પર બોલરોનો દબદબો રહ્યો હતો. અગાઉ સુનીલ નારાયણ અને હર્ષિત રાણાએ KKR માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નારાયણે બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા જ્યારે રાણાએ ત્રણ વિકેટ લઈને પંજાબની કમર તોડી નાખી હતી. બીજી તરફ પંજાબના બોલરોએ પણ તબાહી મચાવી હતી. KKR ટીમ એક એક રન માટે તરસી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે