Home> Gujarat
Advertisement
Prev
Next

મુસ્લિમ યુવકની જાળમાં ફસાયેલી હિન્દુ યુવતીનો આપઘાત, લવ જેહાદનો શિકાર બની પોલીસકર્મીની પુત્રી

The Kerala Story : ખેડામાં લવ જેહાદનો શિકાર બનેલી પોલીસકર્મીની પુત્રીનો આપઘાત.. યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા અબ્દુલ મોમીન નામનો શખ્સ આપતો હતો ત્રાસ.. વારંવાર ફોન કરીને યુવતીને આપતો હતો ધમકી..

મુસ્લિમ યુવકની જાળમાં ફસાયેલી હિન્દુ યુવતીનો આપઘાત, લવ જેહાદનો શિકાર બની પોલીસકર્મીની પુત્રી

Nadiad News નડિયાદ : મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી ડાકોર પોલિસ કર્મીની યુવા પુત્રીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડાકોર ખાતે પોલીસ લાઇનમાં પોતાના મકાનમાં 22 વર્ષીય પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માતાપિતા બહાર ગયા હોઈ ઘરે એકલી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે ઘરે દોડી આવેલા માતાપિતા દ્વારા યુવતીના આપઘાતના કારણ બાબતે તપાસ કરતા મોબાઈલ કોલ રેકોર્ડિગના આધારે અબ્દુલ્લા મોમીન નામનો યુવાન ત્રાસ આપતો હોવાનું ખુલ્યુ છે. યુવતીના પિતા દ્વારા કોલ રેકોર્ડિગને આધારે મરવા મજબૂર કરવામાં આવી હોવાની ડાકોર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાંખતા અબ્દુલ્લા મોમીન ત્રાસ આપી હેરાન પરેશાન કરી ધમકી આપતો હોવાની બાબત કોલ રોકોર્ડિંગ પરથી માહિતી સામે આવી છે. 

fallbacks

અમીરો ગરીબોના હકનું ખાઈ ગયા, રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં કરાયું મોટું કૌભાંડ

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ડાકોર પોલીસ લાઈનમાં મૂળ મહીસાગર જિલ્લાના રણજીતસિંહ બારૈયાનો પરિવાર રહે છે. તેમની દીકરી જાગૃતિ છેલ્લા ચાર વર્ષથી નડિયાદની દિનિશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તેઓ થોડા દિવસો અગાઉ પોતાના વતનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ જાગૃતિની પરીક્ષા હોઈ તે ઘરે જ રોકાઈ હતી. તેણે એકલતામાં ઘરમાં ગળેફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું હતું. આ બાબતની જાણ પરિવારને થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. 

યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા

બીજી તરફ, જાગૃતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાગૃતિનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. તેના કોલ રેકર્ડિંગ કરતા માલૂમ પડ્યું કે, જાગૃતિને અબ્દુલ્લા મોમીન નામના મુસ્લિમ યુવક સાથે સંબંધ હતા. પરંતુ જાગૃતિએ આ સંબંધો પર બાદમાં પૂર્ણવિરામ મૂક્યુ હતું. પરંતુ અબ્દુલ્લા તેને માનસિક રીતે હેરાન કરતો હતો. અબ્દુલ્લાએ તેને બીજા છોકરાઓ સાથે સંબંધ હોવાનું કહીને તેને ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યુ હતું. જાગૃતિએ સંબંધ તોડી નાંખ્યો છતા અબ્દુલ્લા તેને હેરાન કરતો હતો. 

ગુજરાતમાં બિઝનેસ કરવાનો નવો રસ્તો ખૂલ્યો, બનાસ ડેરીએ શરૂ કરી મધ ટેસ્ટિંગ લેબોરેટરી

જાગૃતિના મેસેજમાં ખૂલ્યુ કે, અબ્દુલ્લા તેને બ્લેકમેલ કરતો હતો. રેકોર્ડિંગમાં મળ્યું કે, અબ્દુલા બોલે છે કે, તુ સ્કોપીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે, મારી પાસે તો તારો વડતાલનો વિડીયો છે. મેં પ્લાનીંગથી આ બધુ કરેલ છે, તુ વાતો કરતી હતી તેનું શું, કેટલા સમય થી વાતો ચાલુ છે, તું મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ, કોલેજ તથા બધી બાજુ થી તુ જઇશ, હું કોલેજમાં આવુ છુ, કાલે પેપરના દિવસે આવીશે ધ્રુમીનીને કહીશ, કિષ્ના હાથ ઉંચા કરી દેશે, તારે છોકરા જોડે શું હતું?, સાહેબોને કહી દઇશ અને તને રસ્ટ્રીકેટ કરાવી દઈશ, આજે રજા પાડું છું કે નહી ?, તને બરબાદ કરીને છોડીશ, મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે, રાજદિપને મેં મેસેજ કરેલ છે. તારા પપ્પાને પણ કરીશ, તું ડેટા ઓન ના કરતી, મારા દેખતા મરીજા.

આમ, અબ્દુલ્લાની ધાક ધમકીઓથી કંટાળીને જાગૃતિએ આપઘાત કર્યો હતો. આ મામલે નડિયાદ પોલીસે તપાસ શરૂ કરી છે. 

ઓનલાઇન કામવાળી શોધનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે દિવસમાં લાખો લઈને રફુચક્કર થઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More