Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડાની એક શાળાના અનોખો અભિગમ, બાળકો માટે તૈયારી કરાયુ કુદરતી વાતાવરણ

ખેડા જિલ્લાની (Kheda District) એક શાળા દ્વારા કોરોના સમયમાં (Corona Period) બાળકો માટે ઔષધબાગ (Herbal Garden) અને કિચન ગાર્ડન (Kitchen Garden) તૈયાર કરવામાં આવ્યુ છે

ખેડાની એક શાળાના અનોખો અભિગમ, બાળકો માટે તૈયારી કરાયુ કુદરતી વાતાવરણ

નચિકેત મહેતા/ ખેડા: ખેડા જિલ્લાની (Kheda District) એક શાળા દ્વારા કોરોના સમયમાં (Corona Period) બાળકો માટે ઔષધબાગ (Herbal Garden) અને કિચન ગાર્ડન (Kitchen Garden) તૈયાર કરવામાં આવ્યુ છે. બાળકો કુદરતી વાતાવરણમાં (Natural Environment) શિક્ષણ મેળવી નિરોગી રહે તેવો પ્રયાસ શાળા પરિવાર (School Family) દ્વારા કરવામાં આવી રહ્યો છે.

fallbacks

મહેમદાવાદ તાલુકાની (Mahemdavad Taluka) ઘોડાસર ક્લસ્ટરની રાજગઢ પ્રાથમિક શાળામાં (Elementary School) છેલ્લા ઘણા સમયથી શાળાના મેદાનમાં જુદા જુદા પ્રકારનાં વૃક્ષો (Trees) વાવવામાં 57 બાળકો અભ્યાસ (Children Study) કરે છે. જેમાં 2 શિક્ષકો ફરજ બજાવે છે. શાળાના મેદાનમાં જુદી વનસ્પતિઓ (Herbs) ઉગાડવામાં આવી છે.

આ પણ વાંચો:- આણંદમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી, પાધરિયાના રહીશોની 15 વર્ષ જુની સમસ્યા

જેમાં સર્પગંધા, તુલસી (Tulsi), પાંડેરો, પીપળ, હાડસાંકળ, ગળો, નાગલાધી, પીલુડી, પોઇનીસ (Poinis), ફૂદીનો, કુવારપાંડુ, ચંદન (Sandalwood), પારીજાત જેવી અનેક ઔષધિય વનસ્પતિઓ (Medicinal Herbs) તેમ જ કેળા, પપૈયા, ચીકુ, દાડમ, લીંબુ, રામફળ, જામફળ, સીતાફળ જેવા અનેક ફળાઉ વૃક્ષો (Fruit Trees) વાવવામાં આવ્યા છે. તેમ જ ફુલના પણ અનેક છોડા ઉછેરવામાં છે. 

આ પણ વાંચો:- વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ-ટ્રકનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 16 ઇજાગ્રસ્ત

શાળાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તરફથી શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલ છે. તેમજ જુદા જુદા સન્માનપત્ર પણ મળેલ છે. શાળાના આચાર્ય અભેસિંહ દ્વારા વેકેશનમાં પણ નિયમિત શાળામાં હાજર રહી વૃક્ષોની માવજત કરવામાં આવી છે. શાળામાં ભણતાબાળકોને પાઠપુસ્તકની સાથે વૃક્ષોને જાણે તેવો પ્રયત્ન શાળા પરિવાર દ્વારા કરાયો છે.

આ પણ વાંચો:- Vadodara માં ચાર કિલો સોનાની દિલધડક ચોરી, રાજકોટના સોનીને ચા-નાસ્તો 2 કરોડમાં પડ્યોં

નૈસર્ગિક વાતાવરણ નાના બાળકો ભણે કુદરતી વાતાવરણ સાથે તાલ મેળવે તેવા પ્રયાસો શાળાના શિક્ષકો દ્વારા કરાયા છે. તાજેતરમાં બી.આર.સી કો.ઓ.દિપકભાઇ સુથાર અને તેમની ટીમ દ્વારા શાળાની મૂલાકાત લઇ શાળા પરિવારની કામગીરીને બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More