Heart Attack : ખેડાના કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટ એટેક દરમિયાન 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી બ્લીડીંગ થયું હતું. જેના બાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.
યુવાનોમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના બનાવોએ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ.
ગુજરાત તરફ આવતું તેજ વાવાઝોડું કઈ દિશામાં ફંટાશે, હવામાન વિભાગે આપ્યા મોટા અપડેટ
ધોરાજીમાં 28 વર્ષના યુવકને આવ્યો હાર્ટએટેક
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ભાદર 2 ડેમના પાટિયામાં સમારકામ કરતાં 28 વર્ષીય મજૂરનું હાર્ટએટેકથી મોત થયું છે. યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાની માહિતી સામે આવી છે. હાર્ટએટેકથી આશુકુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય પરપ્રાંતિય મજુરનું મોત થયું છે. ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો હતો. આ બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તબીબ દ્વારા રાત્રે પીએમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે. યુવાનોમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.
હાર્ટની સમસ્યાના મુખ્ય કારણો
કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કસરતનો અભાવ, હાર્ટને લગતી સમસ્યાની અવગણના
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.
ખેલૈયાઓે મહત્વના સૂચનો
કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો તેજસ પટેલ જણાવે છે કે, હજુ કોલેજ પૂરી ન કરી હોય, તેવો યુવાન ગરબા રમતાં ઢળી પડે, તે વાત ચિંતાજનક છે. આવા કિસ્સા દેખાડે છે કે હાર્ટની સમસ્યાઓ યુવાનો માટે સાયલન્ટ કિલર બની રહી છે. ગરબા તો એક પ્રકારની શારીરિક કસરત જ છે, ત્યારે સવાલ એ થાય કે ગરબા રમતી વખતે કોઈ કેવી રીતે જીવ ગુમાવી શકે. જો કે આમ થઈ રહ્યું છે. આ પ્રકારના બનાવો માટે કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે. ધૂમ્રપાન અને કસરતનો અભાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટને લગતી સમસ્યા હોય, પણ તેને અવગણવામાં આવે, ત્યારે તે ઘાતક સાબિત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે