Home> India
Advertisement
Prev
Next

ISRO એ રચ્યો ઈતિહાસ, ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ, ક્રૂ કેપ્સૂલે સમુદ્રમાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ

Gaganyaan Mission Lunch: ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ ગગનયાન મિશનના ક્રૂ મોડલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. અંતરિક્ષ એજન્સીને બીજા પ્રયાસમાં સફળતા મળી છે. 

ISRO એ રચ્યો ઈતિહાસ, ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળ, ક્રૂ કેપ્સૂલે સમુદ્રમાં કર્યું સુરક્ષિત લેન્ડિંગ

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને વધુ એક સફળતા મળી છે. ઈસરોએ ગગનયાન મિશનના ક્રૂ મોડલને સફળતાપૂર્વક લોન્ચ કરી લીધુ છે. અંતરિક્ષ એજન્સીને બીજા પ્રયાસમાં સફળતા મળી છે. આજે સવારે 8.30 કલાકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તકનીકી કારણોથી તેને ટાળી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 કલાકે ફરી પ્રયાસ કરવામાં આવ્યો અને આ વખતે ઈસરોને સફળતા મળી છે. ગગનયાનના પ્રથમ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. 

fallbacks

ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળઃ ISRO ચીફ
ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે મને  જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગગનયાન મિશન ટીવી-ડી1 મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળ રહી છે. આ મિશનનો હેતુ ક્રૂ એસ્કેપ સિસ્ટમની તપાસ કરવાનો હતો.

ઈસરો ચીફે જણાવ્યું આ રીતે મિશનને અંજામ અપાયો?
ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે આકાશમાં ગયા બાદ ક્રૂ એસ્કેપ સિસ્ટમ એક્ટિવ થઈ. તેના ક્રૂ મોડ્યૂલને રોકેટથી અલગ કર્યું. ત્યારબાદ ક્રૂ મોડ્યૂલની પેરાશૂટ ઓપન થઈ. પછી સમુદ્રમાં જઈને લેન્ડ થઈ. અમારી પાસે તેની સાથે જોડાયેલો ડેટા પણ આવ્યો છે. અમે ક્રૂ મોડ્યૂલને રિકવર કરવા માટે સમુદ્રમાં જહાજો મોકલ્યા છે. અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા પ્રમાણે તમામ વસ્તુ બરોબર રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More