Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ-2023માં આ વ્યક્તિએ કર્યું અમૂલનું પ્રતિનિધિત્વ, આ વિશે કરી વાત

કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમિટમાં આગામી વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા વિશે ચર્ચા થઈ.

અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ ડેરી સમિટ-2023માં આ વ્યક્તિએ કર્યું અમૂલનું પ્રતિનિધિત્વ, આ વિશે કરી વાત

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન(IDF) દ્વારા વર્લ્ડ ડેરી સમિટ–2023 અમેરિકાના શિકાગો ખાતે યોજાઇ. જેમાં વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો હતો જેમાં કચ્છ જિલ્લા તરફથી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમિટમાં આગામી વર્ષનો દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિવિધ ચર્ચા કરવામાં આવી તેમજ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા વિશે ચર્ચા થઈ.

fallbacks

બ્રેકિંગ ન્યૂઝ : હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમો, પોલીસ નહિ આવે

આ સમિટમાં વલમજીભાઈ હુંબલ દ્વારા દેશી બ્રીડનું મહત્વ જળવાઈ રહે તેમજ ગાય તેમજ ભેંસના દૂધ ઉપરાંત ઊંટડીના દૂધનું મહત્વ વિષે ચર્ચા કરી. આ સાથે દુનિયાની સામે ઊંટડીના દૂધના ફાયદાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે ઊંટડીના દૂધમાંથી મળતા વીવીધ ઔષધીય ગુણધર્મોથી લોકોને અવગત કર્યા હતા. તેમજ પશુપાલકોને દૂધ ઉપરાંત અન્ય કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ આગામી સમયમાં ગોબર ધન, સામૂહિક પશુ રસીકરણ, પશુ આધાર જેવી યોજનાઓની વિશેષ ચર્ચા કરવામાં આવી. 

અમદાવાદમાં મોટી દુર્ઘટના! બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડી, એક બાળકીનું મોત, બે દટાયા

આ સંમેલનમાં GCMMF ના ચેરમેન શામલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, અમરેલી ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા,ભરૂચ ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી, IDFના ચેરમેન, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન(IDF)ના અગ્રણી, વિશ્વના ડેરી તજજ્ઞો હાજર રહ્યા હતા.

'તું મારી બાતમી પોલીસને કેમ આપે છે' કહી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી, હચમચાવી નાંખે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More