Home> Gujarat
Advertisement
Prev
Next

જળસંચય માટેનો નવતર પ્રયોગ; ગુજરાતના આ જિલ્લાની એકમાત્ર એવી ગ્રામ પંચાયત, જ્યાં ઘેર ઘેર છે મીટર

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા એક ગામ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. 

 જળસંચય માટેનો નવતર પ્રયોગ; ગુજરાતના આ જિલ્લાની એકમાત્ર એવી ગ્રામ પંચાયત, જ્યાં ઘેર ઘેર છે મીટર

અલકેશ રાવ/બનાસકાંઠા: સામાન્ય રીતે તમે લોકોના ઘરોમાં વીજ મીટર અને આધુનિક જમાનામાં ગેસ મીટર તો લાગેલા જોયા હશે પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જે ગામમાં વીજ મીટર અને ગેસ મીટર તો ખરા જ પરંતુ સાથે સાથે વોટર મીટર પણ લાગ્યા છે. આ ગામમાં દરેક ઘરે વોટર મીટર લાગી ગયા છે અને હવે જે ગ્રામજન જેટલું પાણી વાપરે તેની સામે તેને તેટલું વોટર બીલ ભરવું પડે છે. ત્યારે કેમ આ ગામે આવો નુસખો અપનાવ્યો. ગામને આ નુશખો અપનાવાથી શું ફાયદો થશે અને ગામના સરપંચને આવો ક્યાંથી આવ્યો વિચાર?

fallbacks

બ્રેકિંગ ન્યૂઝ : હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમો, પોલીસ નહિ આવે

આ ગામ છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ઢેલાણા ગામ.. ગામ તો અન્ય ગામો સમકક્ષ જ છે પરંતુ આ ગામના લોકોના વિચાર અનોખા છે. અને ગ્રામજનોના અનોખા વિચારે જ ઊભું કર્યું છે. પાણી બચાવવાનું અનોખુ અભિયાન.. જી હા બનાસકાંઠાના આ ગામે વીજ મીટર, ગેસ મીટર બાદ હવે વોટર મીટર વસાવ્યા છે. ગામના તમામ ઘરોને વોટર મીટરથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં મોટી દુર્ઘટના! બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડી, એક બાળકીનું મોત, બે દટાયા

મહત્વની વાત છે કે તંત્ર અને સરકાર વર્ષોથી જળ બચાવાવાના અભિયાન માટે અનેક કાર્યક્રમો કરી પાણીનો વેડફાટ અટકાવવાની મસ્ત મોટી વાતો તો કરે છે પરંતુ આ વાતો માત્ર વાતો ન બની રહે તેને લઈ ઢેલાણા ગામના લોકોએ આ અનોખું અભિયાન ઉપાડ્યું છે. 1600થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 400 ઉપરાંત ઘરો આવેલા છે અને તમામ ઘરોમાં ગામના સ્થાનિક ગ્રામપંચાયત તંત્ર દ્વારા વોટર મીટર લગાવી દેવામાં આવ્યા છે.

'તું મારી બાતમી પોલીસને કેમ આપે છે' કહી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી, હચમચાવી નાંખે

જેથી હવે ગામમાં જે વ્યક્તિ જેટલા પાણીનો વપરાશ કરશે તેટલું તેને આર્થિક ટેક્સ ભરપાઈ કરવો પડશે. જેને લઇ હવે ગામમાં પાણીનો થતો વેડફાટ અટક્યો છે અને લોકો પાણીનું મૂલ્ય સમજતા થયા છે..તો પહેલા ગામમાં 6 કલાક પાણી આપવામાં આવતું હતું છતાંય પાણી પૂરતું પડતું ન હતું પરંતુ જ્યારથી વોટર મિટર લગાવ્યા છે ત્યારથી ફક્ત દિવસમાં 2 કલાક પાણી અપાય છે તોય પાણી પૂરતું પહોંચી અને મળી રહ્યું છે.

Free LPG Cylinder: હવેથી તમને વર્ષમાં બે વાર મળશે મફત ગેસ સિલિન્ડર; દિવાળીથી શરૂ થશે

મહત્વની વાત છે કે ગામમાં 1000 લીટર પાણી વાપરનારે એક રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે. ટેક્સની સામાન્ય રકમ એટલે રખાઈ કે ગામમાં નાનામાં નાના વ્યક્તિ પાણીનો ટેક્સ ભરી શકે અને ગામના આ અનોખા અભિયાનમાં જોડાઈ શકે. જોકે સ્થાનિક તંત્ર દ્વારા લગાયેલા પાણીના મીટરને લોકો પણ વધાવી રહ્યા છે અને ગ્રામજનો કહી રહ્યા છે કે આ મીટર લાગવાથી અમારા ગામમાં થતો પાણીનો વેડફાટ તો અટક્યો જ છે, પરંતુ વહેલી સવારે પાણી આવતા જ જે ગામમાં પાણીના વેડફાટના કારણે ખાબોચિયા સહિત પાણી ભરાઈ રહેતા હતા તે પણ હવે બંધ થયા છે.

નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન : 2100 જવાનો નવ દિવસ ડ્યુટી પર રહે

ઢેલાણા ગામના મહિલા સરપંચ દ્વારા કરાયેલો આ મહત્વનો નિર્ણય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે આસપાસના ગામના લોકો પણ આ મહિલા સરપંચના અભિયાનને જોવા પહોંચી રહ્યા છે અને મહિલા સરપંચના અભિયાનને વધાવી રહ્યા છે.

80 રોગોનું દુશ્મન છે કેળું, શરીરમાંથી રોગ કરી દેશે સાફ પણ આ લોકો માટે છે ખતરનાક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More