Home> Gujarat
Advertisement
Prev
Next

ઇતિહાસમાં પહેલી વખત ઇટાલિના લોકોએ કેસર કેરી ખાધી અને દાઢે વળગી, 14 ટનનો નિકાસ

 ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો કેસર કેરીનો સ્વાદ ભુલ્યા નથી. કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. 14 ટન કેરી મુંદ્રા બંદરેથી દરિયાઇ માર્ગે કન્ટેનર દ્વારા મોકલવામાં આવી છે. જે 25 દિવસ બાદ ઇટાલી પહોંચશે. 

ઇતિહાસમાં પહેલી વખત ઇટાલિના લોકોએ કેસર કેરી ખાધી અને દાઢે વળગી, 14 ટનનો નિકાસ

જૂનાગઢ : ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો કેસર કેરીનો સ્વાદ ભુલ્યા નથી. કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. 14 ટન કેરી મુંદ્રા બંદરેથી દરિયાઇ માર્ગે કન્ટેનર દ્વારા મોકલવામાં આવી છે. જે 25 દિવસ બાદ ઇટાલી પહોંચશે. 

fallbacks

તલાલા મેંગો માર્કેટના સેક્રેટરીના અનુસાર ગીરની કેસર કેરી અમેરિકા અને જાપાનમાં પણ ખુબ જ ડિમાન્ડ છે. જો કે આ વર્ષે કોરોના મહામારી, તોફાન અને ટેક્નિકલ કારણોથી નિકાસમાં ખુબ જ ઘટાડો થયો છે. જો કે ઇટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતા માંગ વધી છે. જેથી 10 દિવસ બાદ હજી પણ એક કન્ટેન્ટર તૈયાર થઇ રહ્યું છે જેને મોકલવા માટેની તૈયારી ચાલી રહી છે. 

ઇટાલીથી ગીરની કેસર કેરીની ડિલિવરી લેવા માટે ગીર પહોંચેલા અને હાલ ઇટાલીમાં રહીને વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું કે, પહેલીવાર ભારતના તલાલા ગીરની કેસર કેરી ઇટાલી પહોંચી છે. ગીરની કેરીની કિમત ઇટાલી સહિય યુરોપિયન દેશોમાં ખુબ જ વધારે છે. ગીરની કેરીનું માર્કેટિંગ યોગ્ય રીતે થાય તો ઇટાલી સહિત તમામ દેશોમાં 100 ટનથી વધારેનું વેચાણ થાય તેવી શક્યતા છે. 

વેપારીઓનાં અનુસાર 5 કન્ટેનરમાં 75 ટન કેસર કેરી મોકલવામાં આવી રહી છે. કેસર કેરી અન્ય દેશોમાં પણ ઇટાલીનાં રસ્તે જ મોકલાય છે. કારણ કે ફળ અને શાકભાજીનું મુખ્ય વિતરણ સેન્ટર ઇટાલી છે. ભારતના મુંદ્રાથી સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા સહિતનાં યુરોપિયન દેશોમાં આ કેરી મોકલવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More