Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ 12 ની પરીક્ષાનું સમય પત્રક જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થઈ રહી છે પરીક્ષાઓ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. આગામી મહિનાની પહેલી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પહેલી જુલાઈના રોજ પ્રથમ પેપર લેવામાં આવશે.

ધોરણ 12 ની પરીક્ષાનું સમય પત્રક જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થઈ રહી છે પરીક્ષાઓ

હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (Std 10th) અને ધોરણ 12 (Std 12th) ની પરીક્ષાની તારીખ (Exam Date) જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી મહિને 1 જુલાઈ 2021 થી 16 જુલાઈ 2021 દરમિાયન લેવામાં આવશે.

fallbacks

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ (General Stream) અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું સમય (Exam Schedule) પત્રક જાહેર કરવામાં આવ્યું છે. 1 જુલાઈના શરૂ થતી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહની (Science Stream) પરીક્ષાનો સમય બપોર 2.30 થી સાંજે 6 વાગ્યાનો રહેશે અને પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું (Physics) રહશે.

fallbacks

જ્યારે સામાન્ય પ્રવાહનું પ્રથમ પેપર નામાના મૂળ તત્વોનું (accountancy) રહેશે. સામાન્ય પ્રવાહમાં આર્ટસની પરીક્ષા સવારે 10 થી બપોરના 1.15 વાગે લેવામાં આવશે. જ્યારે કોમર્સની પરીક્ષા બપોરે 2.30 થી સાંજે 5.45 વાગ્યાનો રહેશે.

.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More