ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસને મળેલી એક બાતમીનાં આધારે પાલડીમાં તપાસ કરતા એક બંધ મકાનમાંથી કરોડો રૂપિયાની કિંમતનું સોનુ મળી આવ્યું છે. અમદાવાદમાં ગુજરાત ATS અને DRIને સોનાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે મકાન ભાડે રાખી આ સોનુ સંતાડનાર મુંબઈ નો શેરબજાર ઓપરેટર હજુ પોલીસને હાથે લાગ્યો નથી. કરોડોની કિંમતનું વિદેશી સોનુ , વૈભવી જ્વેલરી, કિંમતી ધડિયાળ રોકડ રકમ સહિત 100 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; શિક્ષકોની ઘટ નિવારવા અહીં થશે 4100 જગ્યાઓ પર ભરતી
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ નાં 104 નંબર નાં મકાનમાં ગુજરાત એટીએસ અને DRI એ જોઈન્ટ દરોડા પાડ્યા હતા. ગુજરાત એટીએસ નાં DYSP એસ.એલ ચૌધરી ને મળેલી માહિતી નાં આધારે બંધ ફ્લેટમાં તપાસ કરાવી તો કરોડોની કિંમત નું ગોલ્ડ મળી આવ્યું હતું. આમ તો આ ફ્લેટ કડીનાં રહેવાસીની માલિકીનું છે, પરંતુ થોડા સમય પહેલા મુંબઈનાં મેઘ શાહે આ ફ્લેટ પોતાની બહેન મારફતે ભાડે લીધું હતું. આ મકાન બંધ હોવા છતાં વારંવાર લોકોની અવરજવર થતી હોવાથી એટીએસને માહિતી મળી હતી કે ફ્લેટમાં મોટા પ્રમાણમાં દાણચોરી કરેલું સોનું સંતાડવામાં આવ્યું છે અને દરોડા પાડતા મોટી સફળતા મળી છે.
અંબાલાલે તો ભારે કરી! અત્યારથી વાવાઝોડાની આપી દીધી તારીખ, ગુજરાત માટે મોટી આગાહી
ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ ફ્લેટમાં મેઘ શાહ નાં સંબંધીને સાથે રાખીને સર્ચ કરતા 87.920 કિલોગ્રામ વજન નાં ગોલ્ડ બિસ્કીટ, 19.663 કિલોગ્રામ વજન નાં દાગી નાં, 11 મોંઘી ઘાટ ઘડિયાળ એમ કુલ મળીને 100 કરોડથી વધુનો મુદ્દામાલ તેમજ 1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયા રોકડ મળી હતી. આ દાગીનાં અને અન્ય મુદ્દામાલ અંગે મેઘ શાહની બહેનને પૂછતા તેની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાથી ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જોકે ઝડપાયેલા 87 કિલો ગોલ્ડમાં 52 કિલો ગોલ્ડ પર ફોરેન માર્ક મળી આવતા આ ગોલ્ડ વિદેશથી દાણચોરી કરીને લાવવા માં આવ્યું હોવાની આશંકા છે. ગોલ્ડ બિસ્કીટ પર સ્વિઝરલેન્ડ અને દુબઈ નાં માર્કા હોવાનું સામે આવ્યું છે.
ભૂતિયા મતદારોને નાબૂદ કરવા સરકારનો નિર્ણય, ચૂંટણી કાર્ડને કરવું પડશે આધાર સાથે લીંક
મેઘ શાહે ડબ્બા ટ્રેડીંગ ના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હોવાની ચર્ચા છે, તેમજ તે આ ગોલ્ડ થકી આગામી સમયમાં અમદાવાદમાં કંસ્ટ્રક્શન સાઈટ માં વેપાર કરવાની ફિરાકમાં હતો. મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ નો ડિરેક્ટર છે અને તે શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલો હોવાથી આ મામલે આગળની તપાસ ડીઆરઆઈ ની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું,
હોસ્ટેલમાં હૃદય બંધ થઈ જતા પ્રાણ પંખેરૂ ઉડી ગયું! એકનો એક દીકરો ગુમાવતા આભ ફાટ્યું!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે