Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેબલ ઓપરેટરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર હુમલાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. સદનસિબે ફાયરિંગમાં કોઇ જાનહાનિ નહોતી સર્જાઇ

અમદાવાદમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે કેબલ ઓપરેટર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેબલ ઓપરેટરના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર હુમલાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. સદનસિબે ફાયરિંગમાં કોઇ જાનહાનિ નહોતી સર્જાઇ, પરંતુ ફાયરિંગ કરનાર શખ્સનો પ્રતિકાર કરવા જતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.

fallbacks

વધુમાં વાંચો:- ડાંગનો ડંકો: 19 વર્ષીય જીત નેશનલ પ્લેયર્સ લીગમાં રાજસ્થાન લાયન ટીમ માટે રમશે

પોલીસ હાલ તો આ કેસમાં CCTV ફૂટેજના આધારે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે, અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, કેબલ ઓપરેટર જશવંત અગાઉ કરેલી ફરિયાદમાં આકાશ પટણી સહિત અનેક વ્યક્તિઓના નામ પોલીસ ચોપડે નાંધાવેલા છે.

વધુમાં વાંચો:- છોટાઉદેપુર: જિલ્લામાં સામે આવ્યો દિપડાનો આતંક, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

જે અંગે દાઝ રાખી શનિવારે ફાયરિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપી આકાશ વિરૂદ્ધ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More