Home> World
Advertisement
Prev
Next

નેપાળ: પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 43 લોકોના મોત, 24 ગુમ અને 20 ઘાયલ 

ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે.

નેપાળ: પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 43 લોકોના મોત, 24 ગુમ અને 20 ઘાયલ 

નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. જ્યારે 24 લોકો લાપત્તા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે મૂસળધાર વરસાદના કારણે સપ્તકોશી નદીના પાણીનું વહેણ પણ વધી ગયું છે. કોશી બરાજ પર તહેનાત પોલીસ કર્મીઓના જણાવ્યાં મુજબ શનિવારે સાંજે સપ્તકોશી નદીમાં પાણીનું વહેણ 3 લાખ 7 હજાર 655 ક્યૂસેક મપાયું હતું. 

fallbacks

પાણીના વહેણથી પેદા થનારા જોખમને ધ્યાનમાં રાખતા જોખમનો સંકેત આપવા માટે લાલ બત્તી પણ ચાલુ કરાઈ છે. સ્થાનિક પ્રશાસને લોકોને સતર્ક રહેવાનું એલર્ટ પણ જાહેર કરી દીધુ છે અને ઘરોમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી છે. અત્રે જણાવવાનું કે વરસાદના કારણે અત્યારે સુનસરી, મોરંગ અને સપ્તરી જેવા અનેક વિસ્તારો પૂરની ચપેટમાં છે. 

જુઓ LIVE TV

મકાનોને નુકસાન પહોંચવાના કારણે અનેક લોકો બેઘર  થયા છે જેમને સ્થાનિક શિબિરોમાં શરણ લેવી પડી છે. વિસ્તારોમાં અનહોનીની આશંકાના કારણે રાહત બચાવ દળ સક્રિય છે અને સમય સમય પર લોકો સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 43 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 24 લોકો લાપત્તા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 50 લોકોને રેસ્ક્યુ પણ કરાયા છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More