Home> Gujarat
Advertisement
Prev
Next

દલખાણીયા રેન્જમાં જે દેખાયું તેનાથી વનવિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

દલખાણીયા રેન્જમાં જે દેખાયું તેનાથી વનવિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
  • વૃદ્ધને કેમ સાંકળથી બાંધવામાં આવ્યા હતા તે અંગે ​પરિવારજનો દ્વારા મૌન સેવવામાં આવ્યું 
  • વન વિભાગે સૌથી પહેલા જે જોયું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા

કેતન બગડા/અમરેલી :અમરેલીના ધારી ગીરના દલખાણીના રેન્જની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના અમૃતપુર ગામ નજીક વાડી વિસ્તારમાં 75 વર્ષીય આધેડને દીપડાએ ફાડી ખાધો (leopard attack) છે. જોકે, ઘટના સ્થળે પહોંચેલું વનવિભાગ આધેડનો મૃતદેહ જોઈ ચોંકી ઉઠ્યું હતું. કારણ કે, આધેડને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે વનવિભાગે તપાસ શરૂ કરી છે કે, આખરે કેમ વૃદ્ધને આ રીતે કુલ્લામાં સાંકળથી બાંધ્યા હતા. 

fallbacks

મનુભાઈ સાવલીયાને દીપડાએ ફાડી ખાધા
બન્યું એમ હતું કે, ધારીના દલખાણીના રેન્જ (gir forest) માં આજે સવારે એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગામના જ રહેવાસી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ છે. ત્યારે માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડાએ મનુભાઈનો મૃતદેહને ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો. અરેરાટી થઈ જાય તેવો તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે તાત્કાલિક વન વિભાગ (forest department) પહોંચ્યું હતું. 

આ પણ વાંચો : Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ 

વૃદ્ધએ કેમ સાંકળથી બાંધ્યા તેનો પરિવારે જવાબ ન આપ્યો 
જોકે, વન વિભાગે સૌથી પહેલા જે જોયું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, મનુભાઈ સાવલીયાને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. આખરે કેમ મનુભાઈને આ રીતે બર્બરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે વન વિભાગે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, મનુભાઈના પરિવારજનોએ પણ આ અંગે માહિતી ન આપી કે આખરે કેમ તેમને વાડીમાં આ રીતે સાંકળથી બાંધી રાખવામા આવ્યા હતા. 

આ પણ વાંચો : 15 વર્ષથી વિપક્ષમાં છતાં અમદાવાદ કોંગ્રેસમાં ચૂંટણી માટે દાવેદારોનો રાફડો ફાટ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More