Home> India
Advertisement
Prev
Next

Farmers Protest:  લાલ કિલ્લાની અંદરના આ PHOTOS જોઈને ચોક્કસપણે તમે હચમચી જશો, જુઓ કેવી મચી હતી તબાહી

ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂત આંદોલન (Farmers Protest) ના નામ પર દેશની રાજધાની દિલ્હી (Delhi) ના રસ્તાઓ પર ખુબ ધમાલ અને અરાજકતા આચરવામાં આવી. લાલ કિલ્લા (Red Fort)  પર જ્યાં પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે ત્યાં પણ ઉપદ્રવીઓએ તમામ મર્યાદા પાર કરીને ધમાલ મચાવી. આજે લાલ કિલ્લાની અંદરની તસવીરો ગંભીર સવાલ ઊભા કરી રહી છે. 

Farmers Protest:  લાલ કિલ્લાની અંદરના આ PHOTOS જોઈને ચોક્કસપણે તમે હચમચી જશો, જુઓ કેવી મચી હતી તબાહી

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂત આંદોલન (Farmers Protest) ના નામ પર દેશની રાજધાની દિલ્હી (Delhi) ના રસ્તાઓ પર ખુબ ધમાલ અને અરાજકતા આચરવામાં આવી. લાલ કિલ્લા (Red Fort)  પર જ્યાં પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે ત્યાં પણ ઉપદ્રવીઓએ તમામ મર્યાદા પાર કરીને ધમાલ મચાવી. આજે લાલ કિલ્લાની અંદરની તસવીરો ગંભીર સવાલ ઊભા કરી રહી છે. 

fallbacks

CPWD ઓફિસમાં તોડફોડ
લાલ કિલ્લા (Red Fort) ની અંદર ઉપદ્રવીઓએ ખુબ ધમાલ મચાવી. પ્રદર્શનકારીઓએ CPWD ની ઓફિસમાં ખુબ તોડફોડ કરી. ખેડૂત આંદોલન (Farmers Protest) ના આ પહેલુંથી દરેક જણ સ્તબ્ધ છે. 

fallbacks

પ્રદર્શનના નામે અરાજકતા ફેલાવવામાં આવી
દિલ્હી ( Delhi ) ના લાલ કિલ્લાની અંદરની તસવીરો પ્રદર્શનના નામે અરાજકતા ફેલાઈ તેની સાક્ષી પૂરી રહી છે. 

fallbacks

સીસીટીવી કેમેરા પણ તોડ્યા
ઉપદ્રવીઓએ લાલ કિલ્લાની અંદર લાગેલા સીસીટીવી કેમેરા પણ ન છોડ્યા. સુરક્ષા માટે લાગેલા તમામ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા. 

fallbacks

જમીન પર વિખરાયેલો સામાન
લાલ કિલ્લાની અંદર સામાન જમીન પર વિખરાયેલો પડ્યો છે અને કાચના ટુકડા પણ જમીન પર પડેલા જોવા મળે છે. પ્રદર્શનકારીઓના એક સમૂહે ગઈ કાલે લાલ કિલ્લાના પોલ પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. 

fallbacks

પર્યટન મંત્રીએ લીધી મુલાકાત
હિંસા બાદ કેન્દ્રીય પર્યટનમંત્રી પ્રહ્લાદ પટેલે લાલ કિલ્લાની મુલાકાત લીધી હતી. બીજી બાજુ દિલ્હી પોલીસ કમિશનર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. 

fallbacks

CISF ની ગાડી પલટી નાખી
ઉપદ્રવીઓએ સીઆઈએસએફની ગાડી પણ ન છોડી. કારને નુકસાન પહોંચાડીને પલટી નાખી. 

fallbacks

બસના કાચ તોડી નાખ્યા
લાલ કિલ્લા પર પહોંચેલા પ્રદર્શનકારીઓ સંપૂર્ણ રીતે બેકાબૂ હતા. બહાર  ઊભેલી બસના કાચ તોડી નાખ્યા હતા. આ અગાઉ પણ દિલ્હીમાં તેમણે DTCની બસ પલટવાની કોશિશ કરી હતી. 

fallbacks

રમણભમણ કરી નાખ્યું
પર્યટકોની એન્ટ્રી માટે લાગેલા સ્કેનર તોડી નાખ્યા. તસવીરમાં તમે જોઈ શકો છો કે બધુ કેવું વેરવિખેર કરી નાખ્યું હતું. 

fallbacks

અશાંતિની આગમાં ધકેલવાનું મોટું ષડયંત્ર?
પ્રદર્શનકારીઓના રૂપમાં પહોંચેલા ઉપદ્રવીઓની શું દાનત હતી? આ મોટો સવાલ છે. શાંતિપૂર્ણ પ્રદર્શનના નામ પર જે કઈ કરાયું તે દેશની સુરક્ષા સાથે ખેલવાડ જ નહીં પરંતુ ગણતંત્ર દિવસ જેવા દિવસે દેશને અશાંતિની આગમાં ધકેલવાનું મોટું ષડયંત્ર જણાય છે. 

fallbacks

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More