Home> Gujarat
Advertisement
Prev
Next

સામી ચૂંટણીએ લંગડા ઘોડાઓને કોરાણે મૂકો! ફૂટેલી કારતૂસોની બોલબાલાને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ જામી!

Gujarat Congress: કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ થયો છે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે. ત્યારે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ સહિતની વિવિધ નિમણૂંકો જાહેર કરવા માગ કરી છે. ડિસેમ્બર 2025માં સ્થાનક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડ તાત્કાલિક સંગઠન માળખાની નિમણૂકો કરે તે માટે માગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે. 

સામી ચૂંટણીએ લંગડા ઘોડાઓને કોરાણે મૂકો! ફૂટેલી કારતૂસોની બોલબાલાને કારણે કોંગ્રેસમાં ખેંચતાણ જામી!

Ahmdabad News: ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનારા સ્લીપર સેલ જેવા લંગડા ઘોડા અને લગ્નના ઘોડા જેવા નેતાઓને સાઈડલાઈન કરવા જોઈએ અને વફાદાર રેસના ઘોડાઓને નેતૃત્ત્વ સોંપવું જોઈએ. સામી ચૂંટણીએ સંગઠનમાં નિમણૂકો અંગે જલદી નિર્ણય લેવો જોઈએ. 

fallbacks

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 14ના મોત, હજુ પણ 7 લોકો ગુમ! બચેલાની આપવીતી સાંભળીને રૂવાડા

ગુજરાતમાં કેપ્ટન વગરની છે કોંગ્રેસ
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારે કેપ્ટન વગરની છે, જેથી પ્રદેશ પ્રમુખ નીમવા, વિધાનસભા પક્ષના નેતા, એઆઈસીસીના પદાધિકારીઓ, સીડબ્લ્યુસી સભ્યો તેમજ પ્રદેશ સમિતિના સંગઠનની જાહેરાત ઝડપથી કરવાની માગણી કરી છે.

અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં આજે આંધી-તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ; નવકાસ્ટ બુલેટીન

ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે એઆઈસીસી અને પ્રદેશ નિરીક્ષકો દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકો માટે સૂચવેલ 100થી વધુ નામોમાંથી બાકી રહેતા સક્ષમ આગેવાનોની ઓળખ કરીને તેમને નવા માળખામાં સમાવવા જોઈએ. 

દૈનિક રાશિફળ 10 જુલાઈ: મિથુન રાશિ માટે દિવસ શુભ, વેપારમાં જોખમ લેવું આજે લાભદાયી

કોંગ્રેસમાં અંદરો અંદરની ખેંચતાણ
અમદાવાદ શહેર પ્રમુખ પદેથી હિંમતસિંહ પટેલને વિદાય અપાઈ છે, એ પછી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નવા ઉપનેતા જાહેર કરવાની પણ માગણી હાઈકમાન્ડ સમક્ષ કોંગ્રેસના એક જૂથ દ્વારા કરવામાં આવી હતી. એકંદરે કોંગ્રેસમાં અંદરો અંદરની ખેંચતાણ અત્યારે ચરમસીમાએ પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More