ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સમાં ગુરુવારે 10 જુલાઈથી રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સમાં ખુબ પરસેવો પાડ્યો. ભારતીય ટીમના નેટ સેશન દરમિયાન એક ખેલાડીએ બધાનું ધ્યાન ખેંચ્યું. ફાસ્ટ બોલર દીપક ચાહર અભ્યાસ કરતો જોવા મળ્યો. આ જોઈને બધા દંગ રહી ગયા. તેણે મોડે સુધી નેટ્સ પર બોલિંગ કરી.
ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યો ખેલાડી
બે ટેસ્ટ મેચ બાદ સિરીઝ હાલ 1-1ની બરાબરી પર છે. ત્રીજી મેચ પહેલા ચાહર ટીમ સાથે અભ્યાસમાં ભાગ લેતો જોવા મળ્યો. જો કે તે અભ્યાસ ગિયરમાં નહતો અને ફાસ્ટ બોલર 18 સભ્યોની ટીમનો ભાગ પણ નથી. બીસીસીઆઈ દ્વારા કઈ પણ જાહેર કરાયું નથી. પરંતુ એ શક્યતા છે કે ફાસ્ટ બોલર પોતાના સાથીઓને મેચની તૈયારીમાં મદદ કરી રહ્યો છે.
Not in the squad, just in the neighbourhood 🙋♂️ Deepak Chahar was spotted rolling his arm over in the nets at Lord’s pic.twitter.com/YpqFjGzSlh
— ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2025
આ અગાઉ પંજાબ કિંગ્સનો સ્પિનર હરપ્રીત બરાડ પણ ટીમમાં સામેલ થયો હતો અને તે નેટ પર સત્ર દરમિયાન બેટર્સને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાહર કોઈ પણ ક્ષમતામાં ટીમમાં સામેલ થયો નહતો અને તે ફક્ત એક દિવસ માટે અહીં આવ્યો હતો. ચાહરે ભારત માટે 13 વનડે મેચોમાં 16 વિકેટ લીધી છે. 25 ટી20માં તેણે 31 વિકેટ લીધી છે. આઈપીએલમાં તેણે 95 મેચોમાં 88 વિકેટ લીધી છે. તે ચેન્નાઈ સુપરકિંગ્સને આઈપીએલમાં ચેમ્પિયન બનાવી ચૂક્યો છે અને હવે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.
પંતે ડ્યૂક્સ બોલ પર ઉઠાવ્યો સવાલ
ભારતના વાઈસ કેપ્ટન ઋષભ પંતે બુધવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઉપયોગમાં લેવાતા ડ્યૂક્સ બોલની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. પંતે કહ્યું કે તેમણે ક્યારેય લાલ બોલને આ હદે પોતાનો આકાર બદલતો જોયો નથી. સિરીઝમાં ડ્યૂક્સ બોલના આકાર ગુમાવવાના કારણે ખેલાડીઓ દ્વારા એમ્પાયરોને બોલ બદલવાની ભલામણ કરવી એ પણ એક નિયમિત વિશેષતા બની ગઈ છે. બોલ નરમ પડ્યા બાદ બોલરોને ગોલથી કોઈ મદદ મળતી નથી જેનાથી બેટર્સ-બોલર્સ વચ્ચેની સ્પર્ધા નવા બોલ સુધી જ મર્યાદિત રહી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે