Gandhinagar News : ગુજરાતમાં એકમાત્ર ગિફ્ટ સિટી છે જ્યાં દારૂની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતું હવે અહી દારૂની પરમિટમાં કેટલીક છૂટછાટ આપતા નિર્ણયો લેવામાં આવ્યો છે. હવે ગિફટ સિટીમાં મુલાકાતીઓ અને કર્મીઓ માટે પણ શરાબ પીવાની છૂટ આપવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા વિવિધ કંપનીઓના કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. પહેલા કર્મચારીઓ અને તેમના મહેમાનો માટે કામચલાઉ દારૂની પરમિટ માટે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. પરંતું હવે નવા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર, 15 એપ્રિલ, 2025 થી હવે કર્મચારીઓ અને મુલાકાતીઓને વધુ છુટછાટ આપવામાં આવી છે. હવે કર્મચારી જાતે જ પરમિટ મેળવી શકશે.
ગિફ્ટ સિટીમાં નવી જાહેરનામું
ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને સીધા જ એ-ફોર્મ સબમિટ કરીને લિકર પરમિટ મેળવી શકે છે. અગાઉના નિયમ અનુસાર, કર્મચારીઓને દારૂની પરમિટ મેળવવા માટે પોતાની કંપનીના લેટરપેડની જરૂર પડતી હતી. પરંતું હવેથી આ લેટરપેડની જરૂર નહિ પડે. હવેથી કર્મચારીઓ કંપનીના આઈકાર્ડ પરથી જ લીકર પરમિટ મેળવી શકશે. આઈકાર્ડ પર કર્મચારીને બે વર્ષની લીકર પરમિટ મળી જશે.
ગુજરાતમાં વધુ એક લેટરકાંડ : ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિરોધમાં પત્ર ફરતા થયા
એટલું જ નહિ, નિયમોમાં હળવાશ પણ અપાઈ છે. કંપનીનો કર્મચારી 5 મુલાકાતીઓ માટે લિકરની ભલામણ કરી શકે છે. એટલે કે કર્મચારી 5 મુલાકાતીઓને દારૂ પીવડાવી શકે છે. આ 5 વિગતો સાથેનું ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે. જે ગ્રુપ પરમીટ ગણાશે.
અગાઉ કંપનીનો એચઆર વિભાગ જેને ભલામણ કરે તેને જ પરમિટ આપવાની જોગવાઈ હતી. કંપનીના મુલાકાતીઓ માટે પણ એચઆરની ભલામણ ચિટ્ઠી જરૂરી પડતી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં દારૂ પર પ્રતિબંધ છે તેવા રાજ્ય ગુજરાતના ગિફ્ટ સિટીમાં વિપુલ પ્રમાણમાં દારૂનું સેવન થઈ રહ્યું છે. સરકારે ડિસેમ્બર 2023 માં શરતો સાથે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને વપરાશને મંજૂરી આપ્યા પછી, અહીંની બે હોટલોને 'વાઇન અને ડિનર' ની સુવિધા આપવામાં આવી હતી. રાજ્ય સરકારના ડેટા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે ગિફ્ટ સિટીમાં 31 જાન્યુઆરી, 2025 સુધી અંગ્રેજી શરાબની 3,324 બોટલનું વેચાણ થયું હતું. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીના દારૂના વપરાશના આંકડા જાહેર કર્યા હતા. સરકારે કહ્યું હતું કે તેને ગિફ્ટ સિટીના દારૂના વેચાણથી 94.19 લાખ રૂપિયાની કમાણી થઈ છે. હાલ આબકારી ખાતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ તેની રેન્કિંગમાં સુધારો થયો છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિટની વાર્ષિક ફી રૂ.1,000 નક્કી કરવામાં આવી છે.
પરમિટ ધરાવતા લોકો દારૂ પી શકે છે
1969માં તેની રચના થઈ ત્યારથી ગુજરાત દારૂ-મુક્ત રાજ્ય છે, જેમાં દારૂના વેચાણ અને વપરાશ બંને પર પ્રતિબંધ છે, જો કે રાજ્યની મુલાકાત લેતા લોકોને તેમની મુસાફરીની ટિકિટના બદલામાં દારૂની પરમિટ આપવામાં આવે છે. ગિફ્ટ સિટીમાં શરતો સાથે પરમિટના આધારે દારૂ પીવાની મંજૂરી છે. ગિફ્ટ સિટી એ પ્રથમ સ્થાન છે જ્યાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી હતી, બાકીના રાજ્યમાં ફક્ત પ્રવાસીઓને મર્યાદામાં પીવાની મંજૂરી છે. આ ઉપરાંત ડોક્ટરની ભલામણ પર તપાસ કર્યા બાદ હેલ્થ પરમિટ પણ આપવામાં આવે છે.
ઘેડને ડૂબતું બચાવવા સરકારનો માસ્ટર પ્લાન, પાણીના કાયમી ઉકેલ માટે લીધો મોટો નિર્ણય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે