ઝી ન્યૂઝ/નર્મદા: પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને કરાઈ કરપીણ હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જોકે આ હત્યાના આરોપીને નર્મદા પોલીસે ઘણતરી કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીએ હત્યા પાછળનું કારણ એ બતાવ્યું છે કે જે મરનાર મહિલા હતી, જે આરોપીની કાકી હતી. કાકી પાસે ભત્રીજાની અઘટીત માંગણી કરી હતી અને એ ન સ્વીકારતા કાકીનું ગળું દબાવીને ભત્રીજાએ હત્યા કરી નાખતા આ ઘટના બની છે.
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં આવશે આંખ આંજી દેતી ધૂળની ડમરીઓવાળું તોફાન, ભારે વરસાદ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામનો મૃતક મહિલા રમીલાબેન વસાવાની લાશ પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી આવી હતી. આ મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાઈ હતી અને જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી. જોકે નિશાન પરથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યકત કરી હતી અને પરિવારજનો આ હત્યા હોવાનું અનુમાન લગાવતા જે બાબતે ઘટના સ્થળે પોલીસ અને મૃતક પરિવાર વચ્ચે તું તું મૈ મૈ..થયું હતું.
રાજકોટમાં 4 વર્ષની બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં પેન ભરાવવાનો કિસ્સો, આ સ્કૂલ આવી વિવાદ
લાંબી રકઝક બાદ લાશને પીએમ માટે ટેમ્પામાં રવાના કરાઈ હતી. ડેડિયાપાડા પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી મૃતકની પુત્રી રમીલાબેન વસાવાએ ફરિયાદી બની ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને શોધવા પોલીસે મોબાઈલ લોકેશન તેમજ શંકાસ્પદ ઇસમોની અલગ અલગ વ્યકતિગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન નર્મદા પોલીસે પુછપરછ કરી અને કોઈ સુરાગ ન મળતા પોલીસે એફ.એસ.એલ., ડોગસ્કોડની પણ મદદ લેવાઈ.
બોટાદમાં 'એક ફૂલ દો માલી' જેવી કહાનીનો કરૂણ અંજામ: હૈયું હચમચાવી દે તેવી છે ઘટના
આખરે પોલીસે આરોપીને શોધી કાઢી આરોપીએ પીપલોદ ગામે ભોગ બનનાર રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા ઉ.વ. 48 રહે. પીપલોદ, એકાણુફળીયુ, ડેડીયાપાડાને ગળુ દબાવી મોત નીપજાવી ગુનો આચર્યો હોવાની ભત્રીજા આરોપીએ કબૂલાત કરી હતી. આરોપી મહેશભાઇ રૂમાભાઇ વસાવા રહે. પીપલોદ, એકાણુ ફળીયુ, તા.ડેડીયાપાડાએ ગળુ દબાવી મોત નિપજાવ્યાંના ગુનાની કબુલાત કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે