Gujarat Liquor Permit : ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પણ દારૂ પીવાના શોખીનો ગલીએ ગલીએ છે. તેનો બોલતો પુરાવો દારૂની પરમીટ માટે થતી અરજીઓ છે. લોકો ગમે તેટલા રૂપિયા ખર્ચીને પરમીટ લેવા તૈયાર થાય છે. પરંતુ ગુજરાતના આ 3 શહેરોમાં મફતમાં મળે છે દારૂની પરમિટ, જેનો ખુદ સરકારે ખુલાસો કર્યો છે.
વિધાનસભામાં વિવિધ પ્રશ્નોત્તરીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન માંગવામાં આવેલી વિગતો બહાર આવી છે. વિધાનસભામાં સરકારે ખુલાસો કરતા જણાવ્યું કે, દારૂની પરમીટ માટે ગુજરાતના 12 શહેર જિલ્લામાં ૨૧,૭૬૫ અરજીઓ મળી છે. જેમા હોસ્પિટલ દ્વારા ૧૯,૦૧૫ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. સરકારને ફી પેટે રૂપિયા ૨૮ કરોડથી વધુની આવક થઈ છે. પરંતું મહેસાણા અને આણંદ શહેર માં ફી પેટે એક પણ રૂપિયા ન લેવાયા.
દારૂની પરમીટ માટે કરોડો રૂપિયાની ફી ચૂકવાઈ
અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂની પરમીટ માટે અરજીના પ્રશ્ન પર વગિતો બહાર આવી કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં દારૂની પરમીટની અરજી માટે રૂપિયા ૧૨.૭૧ કરોડ કરતા વધુની રકમ ફી પેટે ચૂકવાઈ છે. તો ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૮૯.૬૦ લાખની રકમ ચૂકવાઈ છે. અમદાવાદમાં દારૂની પરમીટ માટે છેલ્લા બે વર્ષમાં ૭,૫૧૭ અરજી, તો ગાંધીનગર માં ૯૮૪ અરજી કરવામાં આવી હતી.
સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે વધારી દીધી દંડની રકમ
મહેસાણા, ખેડા, આણંદમાં કોઈ ફી ન ચૂકવાઈ
સરકારે ગૃહમાં આપેલા સરકારની લોલમલોલની પોલ ખૂલી છે. કારણ કે, સરકારે ખેડા, આણંદ કે મહેસાણામાં આપેલી પરમિટના એક પણ રૂપિયા ચાર્જ લીધો નથી. મેડિકલ ગ્રાઉન્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા મળતી લીકર પરમીટમાં ખેડામાં 288 પરમીટ મંજૂર કરાઈ. તો મહેસાણામાં 308 પરમીટ મંજૂર કરાઈ. આ ઉરાંત આણંદમાં 417 પરમીટ મંજૂર કરાઈ છે. પરંતુ ત્રણેય શહેરમાઁથી કેટલા રૂપિયા વસૂલાયા તેનો કોઈ આંકડો સરકારે રજૂ કર્યો નથી. ત્યારે જો તમે પરમીટ મેળવવા ઈચ્છતા હોવ તો આ ત્રણ શહેરોમા ઘર લઈ લો, તેવું લોકો આંકલન કરી રહ્યાં છે.
આ સામે નામંજૂર થયેલી પરમીટની પણ વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૭,૩૯૦ અરજી મંજૂર કરાઈ, જ્યારે ૧૨૭ અરજી નામંજૂર કરાઈ છે. ગાંધીનગરની તમામ અરજીઓ મંજૂર થઈ છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્ન પર સરકારે જવાબમાં આ માહિતી આપી છે.
દારૂબંધીમાં સરકારે કમાવ્યા 94 લાખ
ગિફ્ટ સિટીમાં દારૂબંદી હટાવ્યા બાદ પણ રાજ્ય સરકારને ફાયદો જ થયો છે. સરકારે ગૃહમાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂબંદી હટાવ્યા બાદ રાજ્ય સરકારને માત્ર 94 લાખ રૂપિયાની જ આવક થઈ છે. દારૂબંદી હટાવ્યા બાદ ગિફ્ટ સિટીમાં માત્ર 2 એકમોએ જ દારૂના વેચાણનું લાઇસન્સ મેળવ્યું. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ડિસેમ્બર 2023 થી દારૂની છૂટ અપાય છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો હતો.
અમદાવાદમાં આસારામ આશ્રમમાં રમાશે ઓલિમ્પિક ગેમ્સ, ગુજરાત સરકારે બનાવ્યો માસ્ટરપ્લાન
ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિટ... કેવી રીતે થાય છે પ્રોસેસ અને કેટલો મળે છે દારૂ
દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ?
દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી 40 વર્ષની વય હોવી ફરજિયાત છે અને મહિને 25,000ની આવક હોવી ફરજિયાત છે. અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભવાની રહેશે. ત્યારબાદ આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે. આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે.
દારૂની પરમીટ કોને મળી શકે છે :
પરમીટમાં કોને કેટલો દારૂ મળે :
40 થી 50 વર્ષ સુધી - મહિને ત્રણ યુનિટ
50 થી 65 વર્ષ સુધી - મહિને ચાર યુનિટ
65 વર્ષ કરતાં વધુ - મહિને પાંચ યુનિટ
મહિને કેટલો દારૂ મળે ?
કોઈ વ્યક્તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકો છે, જ્યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષ હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂનો જથ્થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બીયરનો જથ્થો મળે. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે.
ખાયા પિયા કુછ નહી ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ, હેલ્મેટ ન પહેરતા યુવકને 10 લાખનો દંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે