Home> Sports
Advertisement
Prev
Next

RR vs KKR : IPL 2025ની છઠ્ઠી મેચમાં આખરે નવા નિયમનો થયો ઉપયોગ, રાજસ્થાન રોયલ્સ બની પ્રથમ ટીમ

RR vs KKR : રાજસ્થાન રોયલ્સ IPL 2025માં બીજા બોલના નિયમનો ઉપયોગ કરનારી પ્રથમ ટીમ બની હતી. જો કે, રાજસ્થાન આનો ફાયદો ઉઠાવી શકી નહોતી અને તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના હાથે આઠ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
 

RR vs KKR : IPL 2025ની છઠ્ઠી મેચમાં આખરે નવા નિયમનો થયો ઉપયોગ, રાજસ્થાન રોયલ્સ બની પ્રથમ ટીમ

RR vs KKR : 26 માર્ચે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2025ની છઠ્ઠી મેચ ખાસ બની હતી. આ મેચમાં પ્રથમ વખત બીજા બોલના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ બીજા બોલના નિયમનો ઉપયોગ કરનારી પ્રથમ ટીમ બની.

fallbacks

રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન રિયાન પરાગે KKRની ઇનિંગ્સની 17મી ઓવરમાં બોલ બદલવાની માંગ કરી હતી. જોકે તેની ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી. રાજસ્થાન રોયલ્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ્સને KKRના હાથે આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

શરમજનક! ડી કોકની સદી રોકવા આર્ચરે ઘડ્યું કાવતરું! આ હરકતથી ક્રિકેટમાં મચ્યો ખળભળાટ

બીજા બોલનો નિયમ શું છે ?

સાંજની મેચોમાં ઝાકળની અસરને પલટાવવા માટે આ સિઝનમાં બીજા બોલનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ટીમો બીજા દાવની 10મી ઓવર પછી બોલ બદલવાની માંગ કરી શકે છે. જો કે, રિપ્લેસમેન્ટ બોલની સ્થિતિ અંગે નિર્ણય સંપૂર્ણપણે અમ્પાયરો પર નિર્ભર રહેશે કે નવો બોલ આપવો કે નહીં. આ નિયમ બનાવવાનો ઉદ્દેશ્ય મેચમાં બંને ટીમોને સમાન તક આપવાનો હતો, પરંતુ તેના ચાહકો અને પૂર્વ ક્રિકેટરો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

BCCIને IPLમાંથી કમાણી 120000000000, પરંતુ સરકારને ટેક્સ ચૂકવે છે 0 રૂપિયા, આવું કેમ?

ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ રમી 

સુનીલ નારાયણની ગેરહાજરીમાં ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ રમીને કોલકાતા નાઇટ રાઇડર્સને જીત અપાવી હતી. જ્યારે મોટાભાગના બેટ્સમેન બરસાપારા સ્ટેડિયમની પીચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, ત્યારે ડી કોકે શાંતિથી ટીમને જીત તરફ દોરી. આ જીત સાથે, KKRએ IPL 2025માં પોતાનું ખાતું ખોલાવ્યું છે. અજિંક્ય રહાણેના નેતૃત્વમાં KKRની આ પ્રથમ જીત હતી. IPL 2025ની શરૂઆતની મેચમાં RCBએ KKRને હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More