Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો LIVE VIDEO, સર્જાયો અફરાતફરીનો માહોલ

Ahmedabad, Air India plane crashes: મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો LIVE VIDEO, સર્જાયો અફરાતફરીનો માહોલ

Ahmedabad, Air India plane crashes: અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે.

fallbacks

=પેસેન્જર વિમાન હોવાની પ્રાથમિક માહિતી છે તેમજ એર ઈન્ડિયાનું વિમાન છે. ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હતી હોવાનું પ્રાથમિક અનુંમાન લગાવાય રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે બહુમાળી ઈમારતોને નુકસાન થવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More