રવિ અગ્રવાલ/વડોદરા: લોકસભાની ચૂંટણીની અંદર આ વખતે મતદારોની સંખ્યામાં વધારો તો થયો જ છે. તો સાથે સાથે આનંદની વાત એ પણ છે કે, સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે થર્ડ ઝેન્ડર કોમ્યુનિટી પણ આ વખતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરી શકશે વડોદરાની જ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ થડ જેન્ડર મતદારો વડોદરામાં રહેલા છે અને આ વખતે તેઓ પણ લોકસભાના ઇલેક્શનમાં મતદાન કરવાના છે.
વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં રાજ્યભરમાં 990 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 216 વડોદરા બેઠક વિસ્તારમાં નોંધાયા છે. વડોદરામાં ટ્રાન્સ જેન્ડર તેમજ સમલૈંગિક સમુદાયના લોકો માટે કાર્ય કરતી લક્ષ નામની સંસ્થાના વજૂદ નામના પ્રોજેક્ટ હેઠળ આ વખતે નવા મતદારો કે જેઓ થર્ડ જેન્ડર જાતિમાં આવે છે તેમની નોંધણી કરવામાં આવી છે. આ તમામ મતદારોને તેમના નવા મતદાતા તરીકેના ઓળખપત્ર પણ મળી ગયા છે. આ વખતે યોજાનારી ચૂંટણીમાં આ નવા મતદારો કે જેઓ પહેલી વખત મતદાન કરવાના છે ત્યારે તેમનો ઉત્સાહ પણ અનેક ઘણો છે.
શહેરમાં આ કમ્યુનિટી વચ્ચે રહીને કાર્ય કરતી લક્ષ સંસ્થાના કાર્યકરો દ્વારા આ તમામની નોંધણી કરવામાં આવી હતી. તો સાથે સાથે થડ સેન્ટર તરીકે મતદાન કરે તે માટેના પ્રયાસો પણ આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા બાદ ક્યાંકને ક્યાંક આ કેટેગરીમાં રહેલા લોકોમાં આનંદ અને ઉત્સાહ તો જોવા મળે છે. પરંતુ દેશમાં લોકતંત્રના મહાપર્વમાં આ ચૂંટણીના તહેવારમાં મતદાન કરીને એક નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવાના અવસરને પણ તેઓ વધાવી રહ્યા છે.
પહેલી વખત જ લોકસભાની ચૂંટણીમાં ગજેન્દ્ર તરીકે મતદાન કરનાર આવ મતદાનનું કહેવું છે કે જે સરકાર તેમની માગણીઓ અને રજૂઆતો ઉપર ધ્યાન આપશે તેવા જ ઉમેદવારને કે તેવા જ પક્ષને તેઓ સરકાર તરીકે ચૂંટવામાં મદદરૂપ થશે. થર્ડ જેન્ડર કોમ્યુનિટી ને જ્યારે મતદાર તરીકેનો અધિકાર મળ્યો છે ત્યારે નવા નોંધાયેલ આ તમામ મતદારો મતદાન કરવાનો સંકલ્પ લીધો છે.
લોકસભા ચુંટણીમાં સ્ત્રી –પુરુષ મતદારો ઉપરાંત થર્ડ જેન્ડર મતદારોની પણ નોંધણી થઈ છે. આ વર્ષે રાજ્યમાં કુલ 990 થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ છે. જેમાં સૌથી વધુ 216 વડોદરા બેઠક વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા માત્ર 4 થર્ડ જેન્ડર મતદારો બનાસકાંઠામાં નોંધાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2014ની ચુંટણીમાં રાજ્યમાં કુલ 285 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા હતાં.
વર્ષ 2014ની લોકસભા ચુંટણી ટાણે વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાં 26 થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ હતી. અને તે વખતે મધ્ય ગુજરાતમાં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 63 હતી. જોકે, વર્ષ 2019માં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યામાં થયેલો વધારો જોતાં એમ કહી શકાય કે, થર્ડ જેન્ડરના લોકો પણ હવે મતદાન કરવા અંગે જાગૃત થયા છે. જેને પરિણામે 5 વર્ષમાં તેમની નોંધણીમાં સારો એવો વધારો જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે