Home> India
Advertisement
Prev
Next

VIDEO: માલિકને બચાવવા કોબરા સાથે કલાકોની લડાઈ બાદ 4 કુતરાએ આપી જાનની કુરબાની

બિહારના ભાગલપુરમાં જોવા મળી અનોખી ઘટના, માલિક સવારે જાગ્યા ત્યારે પાલતુ કુતરા મૃત હાલતમાં જોવા મળ્યા હતા, સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટનાનો ખયાલ આવ્યો
 

VIDEO: માલિકને બચાવવા કોબરા સાથે કલાકોની લડાઈ બાદ 4 કુતરાએ આપી જાનની કુરબાની

ભાગલપુરઃ બિહારના ભાગલપુર શહેરમાં હિન્દી ફિલ્મ 'તેરી મહેરબાનિયાં' જેવો કિસ્સો જોવા મળ્યો છે. કુતરા જેવું વફાદાર પ્રાણી કોઈ ન હોય તેવું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. ચાર પાલતુ કુતરાઓએ ઝેરી કોબરા સાથે કલાકો સુધી લડાઈ લડીને પોતાના માલિકને બચાવવા માટે જાનની કુરબાની આપી દીધી છે. શહેરના સાહેબગંજ વિસ્તારમાં ગંગા નદીના કિનારે રહેતા એક પરિવારના ઘરમાં ગઈ રાત્રે એક કોબરા ઘુસી આવ્યો હતો. પાલતુ કુતરાઓ જ્યારે તેને જોઈ ગયા તો તેને ઘેરી લીધો અને ઘરમાં ઘુસતા રોકવા માટે તેની સાથે લડતા રહ્યા. 

fallbacks

આ લડાઈમાં કોબરાએ કુતરાઓને અનેક વખત ડંખ માર્યો હતો. રાત્રે બે કલાકે જ્યારે કુતરાઓના સતત ભોંકવાનો અવાજ સાંભળ્યો ત્યારે પરિવારને લાગ્યું કે કંઈક ગરબડ છે. તેમણે બહાર નિકળીને જોયું તો એક કાળા નાગ સામે તેમના ચારેય વફાદાર કુતરા સંઘર્ષ કરી રહ્યા હતા. 

લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

પોતાના માલિક અને તેના પરિવારને નાગથી બચાવવા માટે તેઓ સાપ સાથે લડાઈ કરતા હતા. આ દરમિયાન સાપે તેમને અનેક વખત ડંખ મારી દીધો હતો. ઘરમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. 

સાપના ઝેરની જેમ-જેમ અસર થવા લાગી તેમ-તેમ એક-એક કરીને વફાદાર કુતરાએ માલિકની સામે જ પોતાના પ્રાણની કુરબાની આપી હતી. નાગ માલિકને નુકસાન ન પહોંચાડે તેના માટે તેઓ સતત સાપ સાથે લડતા રહ્યા હતા. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક... 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More