Home> Gujarat
Advertisement
Prev
Next

14 ગજરાજ સાથે વાજતે ગાજતે નીકળી જળયાત્રા; ભૂદરના આરેથી 108 કળશ પાણી લઈને કરાશે ભગવાનનો જળાભિષેક

Ahmedabad Jalyatra 2025: આગામી 27 જૂનના અષાઢ સુદ બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા આજે યોજવામાં આવશે. આ વર્ષે જળયાત્રા માટેનુ જળ સાબરમતી રિવરમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી ભરવામાં આવશે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બનશે. 

14 ગજરાજ સાથે વાજતે ગાજતે નીકળી જળયાત્રા; ભૂદરના આરેથી 108 કળશ પાણી લઈને કરાશે ભગવાનનો જળાભિષેક

Ahmedabad Jalyatra 2025: રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહાનુભાવો હાજર. તો જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.

fallbacks

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા પહેલા આજે મહત્વનો અવસર છે. ભગવાન જગન્નાથની જળયાત્રા..જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી.મંદિરથી શોભાયાત્રા ભૂદરના આરે જાય છે..જ્યાં 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે. જે મંદિરે લાવીને ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. આ દર્શન ખાસ છે, કારણ કે વર્ષમાં એક જ વાર પ્રભુ ગજવેશમાં દર્શન આપે છે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે.

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે આજે સવારે ૮ વાગે શોભાયાત્રાનો પ્રારંભ થયો. આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પૂજન કરવા નીકળશે. સવારે 8.30ના ગંગાપૂજન વિધિ કરાશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી સવારે 10 કલાકે ભગવાન જગન્નાથની ષોડ્સોપચાર પૂજન વિધિ કરીને મહાજલાભિષેક કરાશે. આ પછી સવારે 11 વાગે ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના દર્શન થશે. બપોરે 12 વાગે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આજની જળયાત્રામાં 14 ગજરાજ અને વધુ ભજનમંડળીઓ પણ જોડાશે. 

આજે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે.

રથયાત્રા પહેલાંની પહેલી મહત્ત્વની વિધિ એટલે જળયાત્રાઃ

શું છે જળયાત્રાનું મહત્ત્વ?
શાસ્ત્રોમાં લખેલું છેકે, નર્મદાના જળથી દરેક તિર્થોનું મંત્રો દ્વારા આવાહન કરવામાં આવે છે. દરેક તિર્થોનું આવાહન કરવામાં આવે છે. એ જળથી ભગવાનના પરિવારો અભિષેક કરાય છે. સ્નાન કર્યા પછી ભગવાન મોસાળમાં પધારે છે. આ કળશથી મહંત ભગવાનનો જળાભિષેક કરે છે.

અમૃત કળશનું પૂજનઃ
દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલાં સમુદ્ર મંથનમાંથી નીકળેલાં અમૃત કળશનું પૂજન કરવામાં આવશે. દરેક તિર્થોનું એમાં આવાહન થયું હતું. તેનાથી પણ ભગવાનનો જળાભિષેક થશે. પછી રથયાત્રાના ક્રમની શરૂઆત થાય છે.

ગજવેશની વિધિ કેમ કરાય છે?
ભગવાન આજના દિવસે ગણપતિ સ્વરૂપે આજે ભક્તોને દર્શન આપે છે. ભગવાન જગન્નાથજી ભક્તોના મનોવલિશ કામના જે ભક્તોની કામનાને નારાયણે આ રીતે પુરી કરી હતી. ત્યારથી એ ક્રમ ચાલતો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More