Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 2014ના મતદાનનો રેકોર્ડ તુટ્યો, 63.67% મતદાન

ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66% મતદાન નોંધાયું હતું, રાજ્યમાં 1967ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 63.77 ટકા મતદાન નોંધાયું હતું 
 

લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 2014ના મતદાનનો રેકોર્ડ તુટ્યો, 63.67% મતદાન

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં તમામ 26 લોકસભા બેઠક પર મતદાન યોજાયું હતું. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચ દ્વારા રાત્રે 9 કલાકે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં 63.67 ટકા મતદાન નોંધાયું હતું. આમ આ વર્ષે 2014ની લોકસભા ચૂંટણીમાં થયેલા 63.66 ટકા મતદાનનો રેકોર્ડ ગુજરાતની પ્રજાએ તોડી નાખ્યો છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 63.77 ટકા નોંધાયું હતું. 

fallbacks

2019 અને 2014ના આંકડાની સરખામણી
આજે યોજાયેલા મતદાનમાં રાજ્યમાં વલસાડની બેઠક પર સૌથી વધુ 74.09% મતદાન નોંધાયું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પર સૌથી વધુ 74.94 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં આજે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.73% મતદાન નોંધાયું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા નોંધાયું હતું. 

બેઠક 2019(%) 2014(%)
     
કચ્છ 57.53 61.78
બનાસકાંઠા 64.71 58.54
પાટણ 61.23 58.74
મહેસાણા 64.68 67.03
સાબરકાંઠા 67.03 67.82
ગાંધીનગર 64.95 65.57
અમદાવાદ (પૂર્વ) 60.77 61.59
અમદાવાદ (પશ્ચિમ) 69.77 62.93
સુરેન્દ્રનગર 56.87 57.07
રાજકોટ 63.12 63.89
પોરબંદર 56.77 52.62
જામનગર 58.49 57.99
જૂનાગઢ 60.7 63.43
અમરેલી 55.73 54.47
ભાવનગર 58.41 57.58
આણંદ 66.2 64.89
ખેડા 60.32 59.86
પંચમહાલ 61.68 59.3
દાહોદ 66.05 63.85
વડોદરા 67.26 70.94
છોટાઉદેપુર 72.9 71.71
ભરૂચ 71.18 74.85
બારડોલી 71.26 74.94
સુરત 63.99 63.9
નવસારી 66.34 65.82
વલસાડ 74.09 74.28
     
કુલ સરેરાશ 63.67 63.66

લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં દેશમાં સરેરાશ 65.59% મતદાન

સૌથી વધુ મતદાનવાળી 5 બેઠક(2019)
બેઠક                  મતદાન
વલસાડ              74.09
છોટાઉદેપુર         72.90
બારડોલી            71.26
ભરૂચ                 71.18
અમદાવાદ(પ.)   69.77

Loksabha Election : ગુજરાતમાં સરેરાશ 63.53% શાંતિપૂર્ણ મતદાન

સૌથી ઓછું મતદાનવાળી 5 બેઠક(2019)
બેઠક                મતદાન
અમરેલી           55.73
પોરબંદર          56.77
સુરેન્દ્રનગર       56.87
કચ્છ                57.53
ભાવનગર        58.41

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More