Home> Gujarat
Advertisement
Prev
Next

બળબળતા તાપમાં પણ મતદાન કરવા માટે ગુજરાતની જનતાનો આભાર: જીતુ વાઘાણી

આજે મતદાનનો દિવસ પૂરો થતા જ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદની આયોજન કર્યું હતું. જેમાં પહેલા તો ગુજરાત આ મતદારોનો આભાર માન્યો હતો. સાથે જ ભાજપના કાર્યકરોએ બળબળતા તાપમાં મતદારોને મતદાન મથકે પોહચાડ્યા છે. તેને લઇ ને પણ આભર વ્યક્ત કર્યો હતો.
 

બળબળતા તાપમાં પણ મતદાન કરવા માટે ગુજરાતની જનતાનો આભાર: જીતુ વાઘાણી

ઉદય રંજન/અમદાવાદ: આજે મતદાનનો દિવસ પૂરો થતા જ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદની આયોજન કર્યું હતું. જેમાં પહેલા તો ગુજરાત આ મતદારોનો આભાર માન્યો હતો. સાથે જ ભાજપના કાર્યકરોએ બળબળતા તાપમાં મતદારોને મતદાન મથકે પોહચાડ્યા છે. તેને લઇ ને પણ આભર વ્યક્ત કર્યો હતો.

fallbacks

ચૂંટણી પંચ અને તેમાં કર્મચારીઓને પણ અભિનંદન આપ્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી માટેની અપાર શ્રદ્ધાએ આજે જોવા મળી છે. અમિત શાહ ગાંધીનગર સીટ પરથી ભવ્ય લીડથી વિજય મેળશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ જીતુ વાઘણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહે કર્યો દાવો, અઢીલાખ મતથી થશે વિજય

કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્ઞાતિ જાતિના વાળા પેદા કરવાનું પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ મતદારોએ નરેન્દ્ર મોદીનો માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસે મીડિયાના માધ્યમથી ખૂબ નકારાત્મકતા ફેલાવી છે. કોંગ્રેસએ બુથમાં પણ જવાબદાર કાર્યકરોને બેસાડી શક્ય નથી. અમરેલી,બારડોલી,આણંદ હોય તે તમામ જગ્યાઓએ બુથ કાર્યકરો પણ જોવા મળ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More