Mahakumbh 2025: મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોતની ઘટના બની હતી, જેમાં એક ગુજરાતનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત થયું છે. વાંસદા તાલુકાના રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય યુવકનું પ્રયાગરાજમાં કુંભ મેળામાં મોત થયું છે. સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો અને ત્યારબાદ મોત થયું છે. મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું નામ વિવેક પટેલ છે. 35 વર્ષીય વિવેક પટેલનું મોત થતાં પરિવાર આઘાતમાં છે.
આ મુદ્દાઓએ ગુજરાતમાં ભાજપની છબી બગાડી! ચૂંટણી બાદ અસંતુષ્ટ નેતાઓના માથે પડશે ગાજ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના મિલન સ્થળ મહાકુંભ 2025માં ભક્તોનું પૂર છે. માઘી પૂર્ણિમાએ સંગમ ખાતે સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 46 થી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. પ્રયાગરાજમાં આજે મોટી સંખ્યામાં ભાવિકો મહાપૂર્ણિમાના સ્નાન લાભ લેવા એકઠા થાય છે. અહીં નવસારીના વાસંદાથી આવતા એક યુવકનું મૃત્યુ થયું છે.
આખરે દિલ્હી CMનું નામ થઈ ગયું ફાઈનલ? નડ્ડાને મળ્યા 10 ધારાસભ્યો, આજે લાગશે મોહર
નવસારીના વાંસદાથી 35 વર્ષીય વિવેક પટેલ નામનો યુવક કુંભમાં સંગમ ઘાટમાં સ્નાન કરવા ગયો હતો, જો કે આ સમયે યુવકને ચક્કર આવતા તે અચાનક દ ઢળી પડ્યો હતો. ઘટના બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યાં. આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.
સુરતમાં હવે BRTS બસોની સ્ટેરિંગ મહિલાઓ સંભાળશે! આ યોજના મહિલાઓ માટે રોજગારી સર્જશે!
ગુજરાતના એક શ્રદ્ધાળુનું મોત
તમને જણાવી દઈએ કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 30ના મોત થયા હતા. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં ન્યાયી વહીવટીતંત્રના અધિકારીઓએ આ માહિતી આપી હતી. કર્ણાટકના ચાર અને ગુજરાતના એક શ્રદ્ધાળુની પણ ઓળખ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે