Home> World
Advertisement
Prev
Next

વાંદરાએ કરી દીધો મોટો 'કાંડ', હનુમાનની જેમ શ્રીલંકાની લગાવી દીધી લંકા; અંધકારમાં ડૂબ્યો દેશ

Sri Lanka blackout: આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલું શ્રીલંકા હવે પાવર કટની સમસ્યાથી ઘેરાયેલું છે. 9 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં વીજ કાપનું સંકટ વધુ ઘેરાયેલું હતું, જેના કારણે જનતા પરેશાન થઈ હતી. લોકોએ જ્યારે સરકારને આ સમસ્યાનું કારણ પૂછ્યું તો તેમને ચોંકાવનારો જવાબ મળ્યો. શ્રીલંકાની સરકારે કહ્યું કે, આ વખતે પાવર ફેલ થવાનું કારણ કોઈ ટેકનિકલ સમસ્યા કે સાયબર એટેક નથી, પરંતુ વાંદરો છે. આ ઘટનાએ જનતાને ચોંકાવી જ નહી પરંતુ વહીવટીતંત્રની તૈયારીઓ પર પણ સવાલો ઉભા કર્યા છે.

વાંદરાએ કરી દીધો મોટો 'કાંડ', હનુમાનની જેમ શ્રીલંકાની લગાવી દીધી લંકા; અંધકારમાં ડૂબ્યો દેશ

Sri Lanka Lanka Electricity Failure: તમે આજ સુધી હંમેશા સાંભળ્યું હશે કે વાંદરાઓ ખૂબ જ તોફાની હોય છે, ક્યારેક તેઓ ઘરમાં ઘુસીને ખોરાક ચોરી લે છે તો ક્યારેક કોઈના ચશ્મા લઈને ભાગી જાય છે. ઘણી વખત વાંદરાઓના કારણે આખો મહોલ્લો પરેશાન થઈ જાય છે. પરંતુ આ વખતે મામલો તેનાથી પણ મોટો હોવાનું બહાર આવ્યું છે. આ વખતે એક વાંદરાએ કંઈક એવું કર્યું કે આખો દેશ તેની હરકતોથી નારાજ થઈ ગયો છે.

fallbacks

શ્રીલંકામાં અચાનક વીજળી ગુલ
જો કે, 9 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પછી આખો દેશ અંધકારમાં ડૂબી ગયો હતો. લોકો ગરમીથી પરેશાન થઈ ગયા હતા, ઇન્ટરનેટ અને પાણી પુરવઠો પણ ઠપ્પ થઈ ગયો હતો. ગભરાયેલા લોકો વિચારવા લાગ્યા કે, હુમલો કે સાયબર એટેક તો નથી થયોને. પરંતુ વાસ્તવમાં આ બધું એક તોફાની વાંદરાને કારણે થયું હતું.

આખરે દિલ્હી CMનું નામ થઈ ગયું ફાઈનલ? નડ્ડાને મળ્યા 10 ધારાસભ્યો, આજે લાગશે મોહર

શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમારા જયકોડીએ શું કહ્યું?
શ્રીલંકાના ઉર્જા મંત્રી કુમારા જયકોડીએ જણાવ્યું કે, કોલંબો નજીક એક વાંદરો ઈલેક્ટ્રીકલ સબસ્ટેશનમાં ઘુસી ગયો અને ગ્રીડ ટ્રાન્સફોર્મરને અથડાયો. આના કારણે સમગ્ર વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ અને શ્રીલંકા અંધકારમાં ડૂબી ગયું. એન્જિનિયરોએ તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરી દીધું હતું, પરંતુ 3 કલાક પછી પણ વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો ન હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી હતી. એક યુઝરે લખ્યું કે, શું આખા દેશમાં વીજળી ગઈ છે કે માત્ર મારા ઘરમાં? અન્ય એક મજાકમાં લખ્યું કે, "હવે તો વાંદરાઓ પણ અમને પાઠ ભણાવી રહ્યા છે." ત્રીજાએ લખ્યું કે, "આ વાંદરાની ધરપકડ કરો અને તેને વીજળીનું બિલ ચૂકવવા દો, અમે આ વખતે નહીં ચૂકવીએ."

શનિ-સૂર્યની મહાયુતિથી 3 રાશિઓ નસીબ પલટાશે,સપનામાં નહીં વિચાર્યું હોય એવી મળશે સક્સેસ

લોકો કરી રહ્યા છે ભારે કોમેન્ટ
ઘણા લોકોએ સરકાર પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે, "આટલી મોટી ગ્રીડ છે અને માત્ર એક વાંદરો તેને કેવી રીતે નષ્ટ કરી શકે? તમારી સિક્યોરિટી આખરે છે કેવી?" સોશિયલ મીડિયા પર જોક્સ ચાલી રહ્યા છે, પરંતુ આ બ્લેકઆઉટે સમગ્ર શ્રીલંકાને મુશ્કેલીમાં મૂકી દીધું. જો કે, આ પહેલીવાર નથી કે શ્રીલંકામાં પાવર કટ થયો હોય, પરંતુ વાંદરાને કારણે પાવર કટ થયો હોય તેવું પહેલીવાર બન્યું છે. આ ઘટનાએ માત્ર વહીવટીતંત્રની તૈયારી પર જ સવાલો ઉભા કર્યા નથી, પરંતુ લોકોને પણ પરેશાન કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More