Home> Gujarat
Advertisement
Prev
Next

મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો

અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે આ આરોપી કેતન વાઘેલાને ઝડપીને તેની ધરપકડ કરી લીધી છે. પરિવારની એવી માગણી હતી કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે. જો કે હવે આરોપીની ધરપકડ થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતદેહની શુક્રવારે ધોલેરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

fallbacks

એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં છરી મારી યુવતીની કરી હત્યા, આરોપી ફરાર 

અત્રે જણાવવાનું કે અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેન્ડ બહાર બુધવાર સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહ્યા હતા ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યાં અને મૃતક મિતલ જાદવને બળજબરીપૂર્વક લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. મિતલે જવાનો ઇન્કાર કર્યો અને આરોપીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ તમામ દ્રશ્યો હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધા હતા અને વીડિયો વાયરલ કર્યો હતો.

fallbacks

આ ઘટના બાદ મિતલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આરોપી ત્યાં પણ પાછળ આવ્યો હતો અને પરિવારના લોકો આવી ગયા હતા. આરોપીએ મિતલના પિતા અને નાના ભાઇ ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 10 વર્ષીય ભાઇ આરોપીની પાછળ ગયો હતો. પરંતુ આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. મિતલ જાદવના લગ્ન આગામી 26મી મેના રોજ રાજકોટ ખાતે થવાના હતા. જેની લગ્ન કંકોત્રીઓ પણ સબંધીઓને ત્યાં આપી દીધી હતી.

જુઓ LIVE TV

આ ઘટનાની જાણ થતા બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. અને મૃતકને વધુ ઇજા હોવાથી અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા મિતલનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેતન વાઘેલા મૃતક મિતલના એક તરફી પ્રેમમાં હતો અને મિતલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી હતી.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More