Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ અતિમહત્વની સુનવણી આજથી શરૂ

લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અયોધ્યા કેસની સુનવણી થશે. ખાસ વાત એ છે કે 8 માર્ચના રોજ મધ્યસ્થતા પ્રક્રિયાનાં આદેશ બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં રાજનીતિક રીતે સંવેદનશીલ આ મુદ્દાની સુનવણી થસે. સુત્રોએ જણાવ્યું કે, અયોધ્યા જમીન વિવાદ પર ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતીએ હાઇકોર્ટને સીલબંધ કવરમાં વચગાળાનો અહેવાલ સોંપ્યો છે. 

અયોધ્યા વિવાદ મુદ્દે મધ્યસ્થતા પ્રક્રિયા બાદ અતિમહત્વની સુનવણી આજથી શરૂ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અયોધ્યા કેસની સુનવણી થશે. ખાસ વાત એ છે કે 8 માર્ચના રોજ મધ્યસ્થતા પ્રક્રિયાનાં આદેશ બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં રાજનીતિક રીતે સંવેદનશીલ આ મુદ્દાની સુનવણી થસે. સુત્રોએ જણાવ્યું કે, અયોધ્યા જમીન વિવાદ પર ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતીએ હાઇકોર્ટને સીલબંધ કવરમાં વચગાળાનો અહેવાલ સોંપ્યો છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ બાબતે એક નોટિસ પણ હાજર છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ જજો ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાઇ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નઝીરની સંવૈધાનિક બેંચ મુદ્દે સુનવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચમાં સુપ્રીમ કોર્ટનાં પાંચ જજોની સંવૈધાનિક બેંચે રામ જન્મભુમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદને સર્વમાન્ય સમાધાન માટે મધ્યસ્થતા માટે મોકલી આપ્યા હતા. કોર્ટનાં 3 સભ્યોની પેનલ પણ રચના કરી હતી. આ સમિતીમાં સુપ્રીમ કોર્ટનાં રિટાયર્ડ જજ જસ્ટિસ એફએમ કલીફુલ્લાનાં ઉપરાંત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ થાય છે. 

પેનલને બંધ રૂમમાં સુનવણી કરવા અને તેને 8 અઠવાડીયાની અંદર પુર્ણ કરવામાટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે પોતાનાં નિર્ણયમાં ફૈઝાબાદમાં જ મધ્યસ્થતા મુદ્દે  વાતચીત કરવાનાં પણ નિર્દેશ આપ્યા હતા. સાથે જ જ્યા સુધી વાતચીતનો તબક્કો ચાલશે, સંપુર્ણ બાબત ગુપ્ત રાખવા માટેના આદેશ અપાય છે. સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ અનુસાર પેનલમાં સમાવિષ્ઠ કોઇ પણ સભ્ય અથવા સંબંધિત પક્ષે કોઇ માહિતી શેર નથી કરી. એવામાં હવે બધાની નજર શુક્રવારે સુપ્રીમ કોર્ટ પર રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More